સુરત: રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ત્યારે સુરત જિલ્લા પંચાયતની 36 બઠેકો પૈકીની 34 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસને ફાળે માત્ર બે જ બેઠકો ગઈ છે. કૉંગ્રેસ ઘંટોલી અને દેવગઢ આમ 2 બેઠકો જીતવામાં સફળ થયું હતું. સુરત જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.