ગ્રીષ્માના હત્યારા ફેનિલને સંભળાવાઇ ફાંસીની સજા, કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો

12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની છરાથી ગળું કાપી હત્યા કરી નાંખી હતી

gujarati.abplive.com Last Updated: 05 May 2022 12:21 PM

બ્રેકગ્રાઉન્ડ

ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલને આજે કોર્ટ સજા સંભળાવશે.  21 તારીખે ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. માત્ર 69 દિવસમાં જ ફેનિલને દોષિત ઠેરવાયો હતો. હવે આજે...More

ગ્રીષ્માના પરિવારે સુરત પોલીસનો આભાર માન્યો

ગ્રીષ્માના ભાઇએ કહ્યું કે સુરત કોર્ટના ચુકાદાથી પરિવારજનો સંતુષ્ટ છે. કોર્ટના ચુકાદા બાદ અન્ય કોઇ દીકરી સાથે આવુ કૃત્ય કરવાની હિંમત નહી કરે. સુરત પોલીસની કાર્યવાહીના કારણે અમને જલદી ન્યાય મળ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમારા પરિવારના સભ્યની જેમ મદદ કરી. ફાંસીની સજા જાહેર થયા બાદ તેને સત્વરે ફાંસીએ લટકાવાય.