સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ કોરોના સામે લડી રહ્યો છે. લોકો કોરોનાથી બચવા માટે સાબુ અને હેન્ડવોશનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે, જેને કારણે સાબુ અને હેન્ડવોશની માંગ વધી રહી છે. આવા સમયે સુરતમાં હેન્ડવોશ અને સાબુની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના નાનપુરામાં હેન્ડવોશ-સાબુની ચોરી થઈ હોવાની ફરિયાદ અઠવા પોલીસને મળી છે.


મળતી વિગતો પ્રમાણે સુરતના નાનપુરામાં 49,286ની કિંમતના હેન્ડવોશ અને સાબુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. અઠવા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, લોકડાઉનમાં પાન-મસાલાની દુકાનો પણ ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવી છે.