સુરતના પુણે વિસ્તારમાં લવ જેહાદ ની ઘટના સામે આવી છે. મલિક નામના યુવાને રાહુલ નામ ધારણ કરી સગીરા નું અપહરણ કર્યું હોવાની હકીકતનો પર્દાફાશ થયો છે.


સુરતના પુણે વિસ્તારમાં લવ જેહાદ ની ઘટના સામે આવી છે. મલિક નામના યુવાને રાહુલ નામ ધારણ કરી સગીરા નું અપહરણ કર્યું હોવાની હકીકતનો પર્દાફાશ થયો છે. મલિક નામના યુવાને રાહુલ નામ ધારણ કરીને તેને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.


પુણા પોલીસે લવ જેહાદ અને અપહરણ અંતર્ગત ગુન્હો નોંધીને પોલીસે ગુનો દાખલ કરી યુવકને ઝડપી પાડ્યો છે. મલિક નામના યુવાને રાહુલ નામ ધારણ કરી સગીરાને તેને પ્રેમજાળમાં ફસાવી અને તેને ભગાડી ગયો હતો. વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


વરાછામાં વિધર્મી યુવક કિશોરીનું અપહરણ કરી જવાનો હતો ત્યારે જ કિશોરીના પરિવારજનો અને સોસાયટીના લોકોએ વિધર્મી યુવકને પકડી લીધો હતો.. વરાછામાં રહેતી 16 વર્ષીય સગીરા આરોપી અરબાજખાન ઇદ્રીશખાનના સંપર્કમાં આવી હતી. અરબાઝ અને સગીરા ભાગી જવા માંગતા હતા.


સગીરા ઘરેથી નીકળીને સોસાયટીના નાકે અરબાજખાનને મળી, આ સમયે જ ત્યારે સગીનો  ભાઈ,માતા-બહેન અને સોસાયટીના લોકો ભેગા થઈ બંનેને ઝડપી લીધો હતો અને ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો.


સુરતમાં સામૂહિક દુષ્કર્મની ઘટના


શહેરમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પતિના અનૈતિક સંબંધના પુરાવા લેવા બોલાવી યુવતી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. કતારગામની પરિણીતાના પતિના મિત્રએ જ વીડિયો ઉતાર્યો હતો. કતારગામની 37 વર્ષિય પરિણિતા પર બે જણાએ ગેંગરેપ કર્યો હતો.  બે પૈકી એક પરિણિતાના પતિનો જ મિત્ર.


યુવકે બળાત્કારનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી રેપ કર્યો હતો. પતિનો મિત્ર અવાર નવાર ઘરે આવતો હતો. પરણીતાને કહ્યું કે તેના પતિના બીજી યુવતીઓ સાથે આડા સંબંધ છે. પ્રકાશે કહ્યું કે મારી પાસે પુરાવા છે. તે પુરાવા લેવા માટે યુવકે પરણીતાને પીપલોદ બોલાવી હતી. પરણીતાએ પુરાવા માંગતા યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.