સુરતમાં મારામારીના કેસના આરોપીએ પોલીસ લોક અપમાં કર્યો આપઘાત
abpasmita.in | 08 Nov 2016 08:22 AM (IST)
સુરતઃ અમદાવાદ બાદ હવે સુરતમાં પણ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ આપઘાત કર્યો છે. પ્રવીણ નામના આરોપીએ લોકઅપમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. આરોપીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. પ્રવીણની સામાન્ય મારામારીના કેસમાં ધરપકડ થઈ હઈ. મૃતકના પરિવારજનોએ તપાસની માંગ કરી છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.