સુરતઃ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ અકબંધ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jul 2020 02:02 PM (IST)
યુવકે અગમ્ય કારણસર તાપી નદીમાં છલાંગ લગાવી હતી, જેમાં યુવાનનું કરુણ મોત થયું છે.
સુરત: શહેરના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે. યુવકે અગમ્ય કારણસર તાપી નદીમાં છલાંગ લગાવી હતી, જેમાં યુવાનનું કરુણ મોત થયું છે. ફાયર વિભાગે લાશ બહાર કાઢી પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. યુવક સવજી કોરાટ બ્રિજ પર બાઇક પર આવ્યો હતો. આ પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી. યુવક જે બાઇક લઇને આવ્યો હતો, તે જીજે05, એસએલ 6020 નંબરનું છે. તેમજ તેના બાઇક પર વૃંદાવન નગર નામનું સોસાયટીનું સ્ટીકલ લગાવેલું છે. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.