સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સીસોદીયાએ આજે સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન મનીષ સીસોદીયા ગરબે ઝૂમ્યા હતા.
સુરત ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરથાણાથી મીની બજાર સરદાર પ્રતિમા પહોંચી હતી. વરાછા વિસ્તારમાં સરદાર પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન એક યુવક મનીષ સીસોદીયાને પાસની ટોપી પહેરાવવા આવ્યો હતો, પરંતુ પહેલા મનીષ સીસોદીયાએ ટોપી પહેરવાની ના પાડી હતી. બાદમાં ગોપાલ ઈટાલીયાએ મનીષ સીસોદીયાના કાનમાં કંઈક કહેતા તેમણે ટોપી પહેરી લીધી હતી.
સીસોદીયાએ પાસની ટોપી પહેરવા પહેલા પાડી ના, કોણે કાનમાં કંઈક કહેતા પહેરી લીધી ટોપી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 05:36 PM (IST)
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સીસોદીયાએ આજે સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
તસવીર ટ્વિટર
- - - - - - - - - Advertisement - - - - - - - - -