સુરતના ડિંડોલીમાં પરિણીતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ડિંડોલી વિસ્તારમાં એક પરિણીતાએ લગ્નના એક મહિનામાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. પરિણીતાએ આત્મહત્યા કરતા ઘરમા શોકનો માહોલ છવાયો હતો.


ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મહિલાએ પતિના અનૈતિક સંબંધના કારણે કંટાળીને આત્મહત્યા કરી હતી. મહિલાના પતિના તેની જ મામી સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે પરિણીતાએ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પતિના તેની જ મામી સાથે સંબંધ હોવાના કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. એટલું જ નહી પતિએ પત્ની પાસેથી ચાર લાખ રૂપિયાના દહેજની પણ માંગણી કરી હતી. પોલીસે આ મામલે મહિલાના પતિ સહિત તેના સાસરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


અમદાવાદના નારોલમાં પરિણીતાએ આત્મહત્યા કરી ટૂંકાવ્યુ જીવન


શહેરના નારોલ વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા આ મામેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી હોવાના આપેક્ષ સાથે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ. પરિણીતાએ કયાં કારણોસર આપઘાત કર્યો તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. નારોલ પોલીસે ફરિયાદ નોંધીને વધી તપાસ હાથ ધરી છે.


Surat: સુરતમાં ગેમ રમી રહેલો છોકરો 11માં માળેથી પટકાયો, આપઘાત કે અકસ્માત ? મોતનું રહસ્ય અકબંધ


સુરતમાંથી એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે, સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 11માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી.


માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. આ 14 વર્ષીય તરુણનું નામ અયાન જ્યારે ટ્યૂશનથી ઘરે આવ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. ક્રિશ એસ્કેલેવમાં રહેતા તરુણના પિતા જીગર વિદાણી જે હીરાના વેપારી છે, તે દરમિયાન કાર રિપેર કરાવવા ગયા હતા, અને ઘરે દીકરો એકલો જ હતો. આ મૃતક કિશોર હીરા ઉદ્યોગપતિ ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર છે. મૃતક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, અને જ્યારે તે 11માં માળેથી નીચે પટકાયો તો તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જોકે, અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મોત અંગે સુરતના ઉમરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી કરી હતી. 









Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial