Surat Fire News:  સુરતના સચિન વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે.  હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી છે.  કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ છે.  આગની ઘટનામાં બ્લાસ્ટ થતા સ્થિતિ વધુ ગંભીર બની છે. 30થી વધુ વિસ્ફોટ થયા હોવાની માહિતી સામે આવી છે. આ આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. 30 થી વધારે ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે.   

Continues below advertisement
Continues below advertisement

આગ એટલી બધી વિકરાળ છે કે ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. હોજીવાલા કમ્પાઉન્ડની એકથી વધુ કંપનીઓમાં આગ લાગી છે. આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. 

30થી વધુ મોટા વિસ્ફોટો થયા હતા

ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. કંપનીમાં રાખેલા કેમિકલના ડ્રમ્સમાં એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા હતા. પ્રાથમિક જાણકારી મુજબ, કેમિકલ રિએક્શન અને ગરમીને કારણે 30થી વધુ મોટા વિસ્ફોટો થયા હતા. ભયંકર બ્લાસ્ટના અવાજ દૂર-દૂર  સુધી સંભળાયા હતા. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. 

કેમિકલના કારણે  જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે જેથી આગ ફરી ન ફેલાય. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની જ્વાળાઓ  કેમિકલના કારણે  જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ભયંકર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા કામદારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કર્યો હતો.