MD Drugs: સુરતમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા મળી છે. રાજસ્થાન બાદ સુરત ડીંડોલી વિસ્તારમાથી એમ ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભેસ્તાન આવાસમાં DCBએ રેડ પાડી MD ડ્રગ્સ સાથે આરોપી મોહમ્મદ સઈદ અન્સારી અને ઝાકીર અયૂબ પટેલની ધરપકડ કરી છે. આ રેડમાં અંદાજે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત 34 લાખ રૂપિયા આસપાસ થવા જાય છે. તો બહારથી એમ ડી ડ્રગ્સ મગાવનાર મહિલા આરોપી અંજુમવાનું રિજવાન મેમણને વોન્ટેડ જાહેર કરી છે. આરોપી પાસેથી એક રિવોલ્વર કબ્જે કરવામાં આવી છે.


અમદાવાદમાં પણ ઝડપાયું ડ્રગ્સ


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છારોડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપી પાસે 594 ગ્રામ 800 મિલિગ્રામ જથ્થો ઝડપ્યો છે. ઝડપાયેલ એમડી ડ્રગ્સની કિંમત રૂ. 59 લાખ 48 હજાર થવા જાય છે. પાલનપુરથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું આ ડ્રગ્સ.


પોરબંદરમાંથી ઝડપાયું ચરસ


પોરબંદર કોસ્ટલ વિસ્તારમાંથી માદક પદાર્થ મળી આવ્યો છે. મોડી રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસ. ઓ .જી.ની ટીમે સંયુક્ત બાતમી આધારે ચેકીંગ હાથ ધર્યું હતું. મોચા ગામેથી પાંચ કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યોય છે. ચરસની સાથે ચાર શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ માદક પદાર્થ ક્યાંથી આવ્યો? કોણ લાવ્યું? કોને આપવાનો હતો તમામ તપાસ શરૂ કરવામાં આવી છે.