સુરતઃ શહેરમાં પશુઓના માલિકોએ ૬૦ દિવસમાં પોતાના પશુઓનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સુરત શહેર વિસ્તારમાં જાહેર રસ્તાઓ, માર્ગો પર રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ સહિત ટ્રાફીકની અનેક સમસ્યાઓ સર્જાય છે. જેથી, સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા પોલિસ કમિશનરના હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરોના (ગાય, ભેંસ વગેરે) માલિકોને ૬૦ દિવસમાં પોતાની માલિકીના તમામ પશુઓને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવી પોતાના ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું ફરમાન કર્યું છે.


તેમજ ટેગ તથા ચીપ લગાડેલ ઢોરની માલિકી બદલાય તો એટલે કે આવા રજીસ્ટ્રેશન કરાવેલ ઢોરના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષીસ, અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય અથવા જો ઢોરનું મરણ થાય તો તેની જાણ ઢોરના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. આ હુકમનો અમલ તા.૨૦/૦૩/૨૦૨૨ થી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

'ભાજપના કેટલાય પૂર્વ મંત્રીઓ ટિકિટ અને બેઠક બચાવવા કસરત કરે છે, અમારી બાજુ આંટાફેરા કરી રહ્યા છે '
અમદાવાદઃ રાજસ્થાનના MLA સંયમ લોઢાના કોંગ્રેસ તૂટવાના સંકેત પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને લાખા ભરવાડે કોંગ્રેસ અકબંધ હોવાનો દાવો કર્યો છે. લોઢાને માહિતી મળી હશે તે મુજબ તેમણે ટ્વીટ કર્યું હશે, તેમ ભરવાડે જણાવ્યું હતું. તેમમે કહ્યું કે, અમારા તમામ ધારાસભ્યો અકબંધ છે, હાલ કોંગ્રેસ કોઈ રીતે તૂટે તેવું લાગતું નથી.


કોંગ્રેસના ધારાસભ્ય ઇમારન ખેડાવાલાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી કોઈ હવે ભાજપમાં જશે નહિ, અગાઉ ગયેલા અમારી બાજુ આંટાફેરા કરી રહ્યા છે. ભાજપના કેટલાય પૂર્વ મંત્રીઓ તેમની ટિકિટ અને બેઠક બચાવવા કસરત કરે છે. સી આર પાટિલ ભાજપના મોટા ગજાના નેતાઓની ટીકીટ કાપી રહ્યા છે. લોઢાએ ટ્વીટ કર્યું છે તે તેમની માહિતી પ્રમાણે હશે, મને વિશ્વાસ છે અમારા ધારાસભ્યો અકબંધ છે.