સુરતઃ ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન પર તેમનું સંઘના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું પણ ભાગવતને આવકારવા માટે ભાજપના કોઈ નેતા રેલ્વે સ્ટેશને નહોતા આવ્યા.
ગુજરાત સરકારમાં ફેરફાર બાદ સંઘના વડા મોહન ભાગવત પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ભાગવતે ત્રણ દિવની યાત્રાની શરૂઆત સુરતથી કરી છે. આજે વહેલી સવારે ભાગવત સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. મોહન ભાગવત સુરતમાં બે દિવસ રોકાણ કરવાના છે. તેમના કાર્યક્રમ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરાઈ. મોહન ભાગવત આખા દિવસ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકરો સાથે બેઠકો કરશે.
મોહન ભાગવત ગુજરાતની અચાનક જ મુલાકાતે આવ્યા છે અને તેમના સત્તાવાર કાર્યક્રમની કોઈ જાહેરાત કરાઈ નથી પણ હવે તેમના આગમન વિશે જાણ થતાં શહેર ભાજપના આગેવાનો મોહન ભાગવતની મુલાકાત લઈ શકે છે તેવી જાણકારી મળી છે.
મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિમાં થયેલા ફેરફાર બાદ આ ભાગવતની મુલાકાત મહત્વની સાબિત થઇ શકે છે. ગુજરાત રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે. ગુજરાત પર ભાજપ અને RSSની પકડ અને ઈતિહાસ લાંબો રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પ્રયોગો પણ ખૂબ જોવા મળ્યા છે. ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે.
રાજનીતિમાં નો રિપીટ થિયરીના પ્રયોગ માટે ભાજપે ગુજરાતને પસંદ કર્યું છે. મુખ્યમંત્રીપદેથી રાજીનામાં બાદ તાજેતરમાં વિજય રૂપાણીએ પણ રાજકોટ સંઘ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ અંગે પણ ખુબ અટકળો ચાલી હતી.
વિધાનસભામાં હોબાળોઃ કોરોના મુદ્દે કોંગ્રેસી ધારાસભ્યો વેલમાં ધસી ગયા, સ્પીકરે શું આપ્યો આદેશ?
ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસને ગૃહમાં હલ્લાબોલ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ્યા હતા. સી.એમ. પટેલ ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન ની ધૂન’ ગૃહમાં શરૂ કરી હતી.
આજે વિધાનસભા ગૃહમાં કોરોનાના આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. રાજ્યમાં થયેલા મોતના આંકડાઓમાં વિસંગતતાને લઈને હોબાળો કર્યો હતો. વેલમાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય ઘસી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા. વેલમાં આવેલ તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેડ કરી દીધા હતા.
કોંગ્રેસના હોબાળાને પગલે સાર્જન્ટ ગૃહમાં પ્રવેશ્યા. ધારાસભ્યો ન્યાય આપોના નારાઓ સાથે વિધાનસભા વેલમાં બેસી ગયા. પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સ્થગીત કરવામાં આવી છે. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના તમામ ધતાસભ્યોનો ગૃહમા જબદસ્ત વિરોધ. પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્યો બેસી ગયા. નારાઓ ચાલુ.
કોંગ્રેસે કોરોના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમા ઓગસ્ટ 2021 સુધી કોરોનાથી 3864 લોકોના મોત થયા હોવાનુ સરકારે ગૃહમાં જણાવ્યું હતું. મૃતકોના પરિવારજનોને સહાય આપવા અંગે કહ્યું હતું કે, કોઈ સહાય ચુકવવાની થતી નથી. જો કે , સરકાર રોજના અવસાન નોધ મુજબ ઓગસ્ટ મહિના સુધીમા 10,081 લોકોના મોત દર્શાવ્યા છે.