સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા સાલ ઘટી ગઈ છે. તેના કારણે લોકો નચિંત બનીને વર્તી રહ્યાં છે ત્યારે સુરતમાં અચાનક જ કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ચોંકી ગયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. આ બે ઝોનમાં બે દિવસમાં 9 કોરોના કેસ આવતાં એક એપાર્ટમેન્ટ સીલ કરવું પડ્યું છે.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) વિસ્તારમાં આવેલા અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. 2 દિવસ માં 9 કોરોના પોઝિટિવ આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ એપાર્ટમેન્ટ સીલ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. મેઘ મયુર એપાર્ટમેન્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ગાર્ડ તૈનાત કરાયા છે. આ એપાર્ટમેન્ટમાં બહારથી કોઈને અંદર પ્રવેશ નહીં અપાય અને એપાર્ટમેન્ટની બહાર કોઈ પણ વ્યક્તિને જવા નહીં દેવાય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના રાંદેર ઝોનમાં આવેલા પાલ વિસ્તારની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ કેસ આવતાં ત્યાં પણ ગાર્ડ તૈનાત કરાયા છે.


શહેરના  અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. મેઘ મયુરમાં SMCના ગાર્ડ તૈનાત કરાયા છે. બહારથી કોઈ અંદર પ્રવેશે નહીં અને એપાર્ટમેન્ટની બહાર બીજા કોઈને જવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. રાંદેર ઝોનમાં પાલની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, જે મેઘ મયુર એપાર્ટમેન્ટને સીલ મારી દેવાયું છે, તેના એ અને બી વિંગમાં 72 ફ્લેટ છે. એ વીંગમાં આઠ અને બી વીંગમાં 1 કોરોનાનો કેસ નોંધાયા છે. સૌથી પહેલા એ વીંગમાં ચાર લોકોને કોરોના થયો હતો. જેઓ પાલનપુરમાં જૈન સંવત્સરી કાર્યક્રમમથી પરત આવ્યા હતા. તમામ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે.