Surat Mahanagar Palika: ચોમાસાની સિઝન ચાલી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે, સુરત શહેરમાં રોગચાળો વકરે તે પહેલા સુરત મનપા એક્શન મૉડમાં આવ્યુ છે. આજે સુરત મનપાએ શહેરમાં મોટી કાર્યવાહી કરતાં 38 સ્કૂલને નૉટિસ ફટાકરી છે. સુરતની શાળાઓમાં મચ્છરના બ્રીડિંગ મળી આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મનપાએ કુલ 360 શાળાઓમાં સર્વે હાથ ધર્યો હતો. જેમાં નૉટિસ ઉપરાંત કેટલીક શાળાઓ પાસેથી 24,500નો દંડ પણ વસૂલ્યો હતો.
રાજ્યમાં ચોમાસાના વરસાદ બાદ રોગચાળો સતત વકરી રહ્યો છે, અને બધામાં મચ્છરના બ્રીડિંગ ખુબ મોટો ભાગ ભજવી રહ્યાં છે. મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવ્યુ છે. સુરતમાં શહેરની જુદીજુદી 360 શાળાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક શાળાઓમાં સાફ-સફાઇ અને પાણી ભરાવા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, આ પછી સુરત મનપાએ શહેરની 38 જેટલી શાળાઓમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતાં નૉટીસ ફટકારી હતી. આ નૉટિસની કાર્યવાહી સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
મનપા દ્વારા શહેરની એલપી સવાણી, ભૂલકાં વિહાર, અર્ચના સહિત કુલ 38 શાળાઓને નૉટિસ ફટકારવામાં આવી છે, સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 24,500 દંડ પણ વસૂલાયો છે. સુરત મહાનગર પાલિકાએ કુલ 360 શાળાઓમાં સર્વે કર્યો હતો. જેમાં સાફ-સફાઇ અને પાણીનો ભરાવો મળી આવ્યા હતા.
નૉર્થ ઝૉન
એલ પી સવાણી, 5000 રૂપિયા દંડ
મણીબા હિન્દી વિદ્યાલય, 3000 રૂપિયા દંડ
જ્ઞાનદિપ વિદ્યાલય, 3000 રૂપિયા દંડ
જે.ઝેડ.શાહ કૉલેજ, 3000 રૂપિયા દંડ
આર.કે.પબ્લિક સ્કૂલ, 1000 રૂપિયા દંડ
સરદાર સ્કૂલ, 1000 રૂપિયા રૂપિયા દંડ
સાઉથ-ઇસ્ટ ઝૉન
રૉઝબર્ડ સ્કૂલ, 2000 રૂપિયા દંડ
મૉડન એક્સપરિમેન્ટલ સ્કૂલ, 1500 રૂપિયા દંડ
ઉધના-એ
સરસ્વતી હીન્દી વિદ્યાલય, 3000 રૂપિયા દંડ
ઇસ્ટ-એ
અર્ચના વિદ્યાભવન, 1000 રૂપિયા દંડ
શ્રી નચિકેતા વિદ્યાલય, રૂપિયા દંડ
નિલકંઠ વિદ્યાલય, 500 રૂપિયા દંડ
વેસ્ટ ઝૉન
સમિતિ શાળા ક્રમાંક-153, 154, 105, 149, અલ્ફેસાની સ્કૂલ, સન રાઇઝ, શાળા ક્રમાંક અ 315-316, ભૂલકાં વિહારને નૉટિસ અપાઈ હતી.
સેન્ટ્રલ ઝૉન
શાળા ક્રમાંક 144 નાણાવટ, આઇ. પી. મિશન (સવારપાળી), ટી એન્ડ ટીવી, રત્નસાગર જૈન વિદ્યાલય, જે. સી. મુન્સી સહિત 5ને નૉટિસ અપાઈ હતી
ઉધના-બી
અશોક ઇન્ટરનેશનલ સ્કૂલને નૉટિસ અપાઈ હતી
અઠવા ઝૉન
22 શાળાઓમાં સર્વે કરાયો, એક માત્ર સ્કૂલને નૉટિસ અપાઈ પણ નામ જાહેર કરાયું નથી.
આ પણ વાંચો
Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો