સુરતના ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ લોકોના પ્રશ્ને જાતે જ ન્યાય અપાવવા નીકળ્યા હતા. સ્થાનિકોની ફરિયાદ હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપના સંચાલક લોકોને રૂપિયાના પ્રમાણમાં ઓછું પેટ્રોલ આપે છે.






લોકોની ફરિયાદના પગલે મંત્રી જાતે જ પેટ્રોલપંપની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પોતાની કારમાં ડિઝલમાં ભરાવ્યું. ડિઝલ ભરાવ્યા બાદ ચેક કરાવતા જ ડિઝલ ઓછુ ભર્યું હોવાનું સામે આવ્યું હતું. મંત્રીએ કોઈ પણ જાતની શેહ શરમ રાખ્યા વિના સીધા જ પુરવઠા વિભાગના મામલતદાર સહિતના સત્તાધીશોને જાણ કરી અને જવાબદાર સામે કાર્રવાઈના આદેશ કર્યા હતા. મંત્રીની સૂચના મળતા જ પુરવઠા વિભાગે તાત્કાલિક પંપને સીલ કરી દીધો હતો. મંત્રીની ઓચિંતી મુલાકાતથી ગેરરિતી આચરનારા પેટ્રોલપંપ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો મંત્રીની આ કાર્યપદ્ધતિના હાલ સુરતના લોકો આવકારી રહ્યા છે.


Surat : દિવાળીની રાતે ગુમ થયેલી બાળકીની લાશ મળી આવતાં લોકોમાં આક્રોશ, સીસીટીવીમાં એક શંકાસ્પદ કેદ


સુરત: પાંડેસરા વડોદમાં ગુમ થયેલી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. બાળકી હત્યાને લઈ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને ઝડપી ફાંસીની સજા આપવા માંગ કરવામાં આવી છે. વડોદમાં પર પ્રાંતીયોની સંખ્યા વધુ છે. એમાં પણ એકલવાયું જીવન જીવતા લોકોની સંખ્યા વધુ છે. સીસીટીવીમાં એક આધેડ બાળકીને લઈ જતા કેદ થયો છે.


અઢી વર્ષની બાળકી દિવાળીના દિવસે ગુમ થઈ હતી. કોઈ વૃદ્ધ વ્યક્તિ બાળકીને લઈ જતા દેખાયો હતો. સીસીટીવીમાં બાળકીને તેડીને લઈ જતા વૃદ્ધ શંકાસ્પદ દેખાઈ રહ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ. ઘટના સ્થળે ટેક્નિકલની મદદ લઇ તપાસ શરૂ કરી. અલગ અલગ 10 ટિમો બનાવી તપાસ શરૂ કરી.  આજે વડોદ ગામમાં  આવેલ અવરુ જગ્યાએથી બાળકીની લાશ મળી આવી છે. 


વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ગુમ થયેલી બાળકીને શોધવા માટે 100થી વધુ જવાનોની ટીમ કામ લાગી હતી. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનો શોધખોળ કરી રહ્યા હતા.


બાળકી રમતાં રમતાં ક્યાંય ચાલી ગઈ કે માસૂમ બાળકીનું અપહરણ કરાયું એ વાતને લઈ શ્રમજીવી પરિવાર જ નહીં પણ પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઘટના દિવાળીની રાતની છે. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. બે બાળકીઓમાં આ મોટી દીકરી છે. ઘર આંગણે રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે. પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી હતી. સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા હતા. આજુબાજુના સીસીટીવી પણ ચેક કરાયા હતા. જોકે, બાળકીની લાશ મળી આવતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.