તાપી: જિલ્લામાં ગુજરાત મંત્રી મુકેશ પટેલ પ્રભારી બન્યા પછી ગામડાઓની પરિસ્થિતિ વિશે ખ્યાલ મેળવી દરેક ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તાપીમાં કુકરમુંડામાં આવેલા જુનાબેજ ગામની મુલાકાતે મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા. જુનાબેજ ગામ જે ૧૯૬૮ થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ઠ ગામનાં ૪૮ પરિવારો હયાત વસવાટ કરે છે પણ ત્યાં આજ દીન સુધી વીજળીની વ્યવસ્થા નથી.
તાપી જિલ્લાના વિકાસ માટે મંત્રી મુકેશ પટેલ અવિરત કાર્ય કરી રહ્યા છે.આજે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ કુકરમુંડા તાલુકાના જુનાબેજ ગામની મુલાકાતે હતાં. જુનાબેજ ગામ જે ૧૯૬૮ થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે ત્યારે આ ગામમા ૪૮ પરિવારો અત્યારે વસવાટ કરી રહ્યાં છે. જુનાબેજ ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ છે.
ગૂજરાત મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મુકેશ પટેલે ઓચિંતી આ ગામની મુલાકાત લીધી હતી. જેમાં ગામ લોકોને જે પાયાની જરૂરિયાતો છે. શિક્ષણ, આરોગ્યને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી જે તે અઘિકારીઓને દીશા નિર્દેશ કર્યા હતાં. ગામની પાયાની જરૂરિયાતો જલ્દી મળી રહે એ માટે ગામના પરિવારો સાથે પોતે સ્થળ મુલાકાત લઈ ખરેખર સાચી હકીકત જાણી હતી. જેથી ગ્રામજનોને પડતી તકલીફો તાત્કાલિક દુર થાય અને ગામમાં વિકાસ કાર્યોને વેગ મળે એ માટે સંલગ્ન અધિકારીઓને દિશા નિર્દેશ આપી ગામના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું. ગામને દરેક પ્રકારની પ્રાથમિક સુવિધાથી સજ્જ કરાવિશ તેવી વાત મુકેશ પટેલે કરી હતી.
ક્રિકેટના મેદાનમાં જોવા મળશે ગૃહમંત્રી અમિત શાહ
આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જામનગર આવી પહોંચશે.જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે ઉતરાણ બાદ રાત્રી રોકાણ જામનગરમાં કરશે. અમિત શાહ જામનગર સર્કીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા રવાના થશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 20મી તારીખે ગાંધીનગરની અંદર ક્રિકેટ રમશે અને ત્યારબાદ ક્રિકેટની મેચ પણ નિહાળશે. 20મી તારીખે અમિત શાહ પોતાના મતવિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ ગાંધીનગર નોર્થના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપશે. આયોજકોએ કરેલા દાવા મુજબ અમિત શાહ ન માત્ર ક્રિકેટ મેચ જોશે પરંતુ ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મેદાનમાં ઉતરી થોડો સમય ક્રિકેટ પણ રમશે. જેનાથી ક્રિકેટ રમનારા ખેલાડીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો જુસ્સો પણ વધશે.
21મેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે
21મેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે. ગાંધીનગર સંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતવિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.450 કરોડના કાર્યના ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સંસદ અમિત શાહના હસ્તે 450 કરોડના કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા AMC અને ઔડાના અધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે. અમિત શાહ તેમના મતવિસ્તારમાં આવતી વેજલપુર, નારણપુરા,ઘાટલોડિયા વિધાનસભામાં વિકાસના કાર્યોની ભેટ આપશે.