સુરતઃ આજે સાધિકા પર બળાત્કારના કેસમાં સુરત સેશન કોર્ટ નારાયણ સાઇ સહિત પાંચ આરોપીઓને સજા સંભળાવશે. આ પહેલા બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદી સાધિકા નારાયણ સાઈના કસ્ટડીમાં ન હતી. સાધિકા ગમે ત્યાં જવા માટે ફ્રી હતી. એવો કોઈ રેકોર્ડ નથી કે પીડિતા પર ફોર્સ ફૂલી રેપ કરવામાં આવ્યા હોય. વકીલે દલીલ કરી હતી કે, સંમતિથી શારીરિક સંબંધ બંધાયા હતા.



બીજી તરફ સરકારી વકીલ પીએન પરમારે દલીલ કરી હતી કે, નારાયણ સાઈ ધર્મના ઉચ્ચ સ્થાન પર બીરાજી ઉપદેશ આપતા હતા. વાડ ચીભળા ગળે તો બીજાનું કહેવું શું? પ્રભાવશાળી હોદ્દા પર બીરાજમાન લોકો ગુનો કરે તો તેને આકરી સજા થવી જોઈએ.



નારાયણ સાઈ દ્વારા લખવામાં આવેલ પત્ર તેમના વકીલે વાંચી પાછો નારાયણને પરત કર્યો હતો. આરોપીને સજા કરવાનો મુખ્ય હેતુ સમાજમાં ગુના બનતા અટકાવવા આવા ગુના વારંવાર ન થાય એ માટે વધુમાં વધુ સજા થવી જોઈએ, તેવી દલીલ કરી સરકારી વકીલે દેસભરમાં દુષ્કર્મની ઘટનાના આંકડા જણાવ્યા હતા.

2010 - 22172 કેસ
2011 - 24206 કેસ
2012 - 24923 કેસ
2013 - 33707 કેસ
2014 - 34651 જેટલા દુષ્કર્મના કેસો નોંધાયા હતા..

સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું પણ કૃત્ય કરવામાં આવ્યું છે. અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે. આરોપી અને પિતાના સેંકડો આશ્રમો છે..લાખોની સંખ્યામાં તેમના અનુયાયી છે. આશ્રમોમાં આવા કૃત્ય થાય તો કોઈ જવા તૈયાર નહીં થાય. આરોપીના આ પ્રકારના કૃત્યએ અસંખ્ય લોકોની આસ્થા પર ઘા કર્યો છે. ગુરુનું સ્થાન ભગવાન કરતા મોટું અને પિતા કરતા પણ પૂજ્ય સ્થાને.તે જો આવું કૃત્ય કરે તો તેના માટે કોઈ દયા બતાવી શકાય નહીં.



નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કરીને હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ. 42 પોટલાં ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમ્યાન લાંચ આપવાની રકમ પણ કબ્જે કરાઈ હતી. સરકારી વકીલે પીડિતાને 25 લાખ આપવાની માંગ કરી હતી.