Navrari 2022: સુરતના વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના સંચાલકોએ ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે તહેનાત કરી દેતાં મામલો ગરમાયો હતો. આઠમના નોરતે બજરંગદળના કાર્યકરોએ ચાલુ ગરબામાં ધસી જઈ વિરોધ કરતાં હાબાળો મચી ગયો હતો. એટલું જ નહીં વિધર્મી બાઉન્સર અને બજરંગદળના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે વાતાવરણ તંગ બનતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી જઇ મામલો થળે પાડ્યો હતો. 


વિવાદને પગલે ગરબા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રીને લઈ શહેરમાં ઠેરઠેર ગરબાનું આયોજન કરાયું છે. મોડી રાત સુધી રમાતા ગરબામાં યુવતીઓ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકો બાઉન્સર પર તહેનાત કરી દે છે. જોકે, વેસુ સ્થિત ઠોકરજીની વાડીમાં હિન્દુઓના પવિત્ર તહેવારમાં આયોજકોએ વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેતાં બજરંગદળના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો હતો.


વિધમી બાઉન્સર હોવાની માહિતી મળતાં રવિવારે બજરંગદળના કેટલાક કાર્યકરો ગરબા રમવાના બહાને જઈને ઊલટ તપાસ કરી આવ્યા હતા. આ દરમિયાન વિધર્મીઓ બાઉન્સર તરીતે તહેનાત કર્યા હોવાની ખરાઈ થતાં કાર્યકરોએ હવે પછી બાઉન્સરો કામે નહીં રાખવા અપીલ કરી હતી. વિધર્મીઓને બાઉન્સર તરીકે નહીં રાખવા સંચાલકોને ત્રણ-ચાર દિવસ સુધી સમજાવવામાં આવ્યા હતા.


આમ છતાં સોમવારે વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેવાતાં બજરંગદળના કાર્યકરો મોટી સંખ્યામાં ઠાકોરજીની વાડી ખાતે ધસી ગયા હતા. તેમજ વિધર્મી બાઉન્સરને તેઓનું નામ પૂછતાં પોતાનું નામ રાહુલ  હોવાનું જણાવ્યું હતું. મોટાભાગના વિધર્મી બાઉન્સરોએ પોતે હિન્દુ હોવાનું જણાવતા કાર્યકરો ઉશ્કેરાયા હતા. આ સાથે જ મામલો ગરમાયો હતો. આ દરમિયાન વિધર્મી બાઉન્સરો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જોકે, ત્યાં પહોંચેલી પોલીસે મધ્યસ્થિત કરી મામલો થાળે પાડ્યો હતો. વિવાદને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.


પોરબંદરમાં ડિમોલિશન દરમિયાન વાતાવરણ બન્યું ઉગ્ર


પોરબંદર: જિલ્લામાં ગઇ કાલે દરિયાઇપટ્ટી સહિત કુલ ૮ સ્થળોએ ડિમોલિશન હાજ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલેશન બાદ લઘુમતી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગઇ કાલે મોડી સાંજે મેમણવાડા વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ડિમોલેશનને લઇને તંત્ર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.  મુસ્લિમ સમાજનું કહેવું છે કે વકબ બોર્ડમાં નોંધાયેલી દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી. ગઇ કાલે પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ મંગળવારે મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો એકઠા થયા હતા અને દરગાહનું જે સ્થળે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે સ્થળ ઉપર લોકો આગળ વધ્યા હતા. ટોળાને કંટ્રોલ કરવા માટે પોલીસે ટીયર ગેસના ત્રણ રાઉન્ડ કર્યા હતા અને સાંજના સમયે મામલો થાળે પડ્યો હતો.