બાળકીને 3 માસનો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. બાળકીને સારવાર માટે વલસાડ ખાતે ખસેડવામાં આવી છે. ખેરગામ તાલુકા એક જ દિવસમાં 2 બળાત્કારની ઘટના સામે આવી છે. અન્ય ઘટનાની વાત કરીએ તો13 વર્ષની સગીરાને અંગતપળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. પીડિતાએ તેના પરિવારને જાણ કર્યા બાદ સમગ્ર કેસની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ આદરીને કિશોરીને મેડિકલ ચેક અપ અને ઉંમરની ખરાઈ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
3 ઓક્ટોબરે સગીરા ગ્રૂપમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી મળવા બોલાવી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ તેને બદનામ કરવાની ધમકી આપી હતી. કિશોરીએ દુષ્કર્મ વખતે ભાગવાની કોશિષ કરી તો માર માર્યો હતો. 21 વર્ષનો યુવક અગાઉ પણ એક યુવતીને લઈ ને ભાગી ગયો હતો. હાલ ખેરગામ પોલીસે યુવકની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.