નવસારીઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર નવસારી નજીક ધોળાપીપળા પાસે અકસ્માત થતાં 3 યુવકોના મોત નીપજ્યા છે. ધોરાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 2 વલસાડના અને ૧ નવસારીના યુવાનોના મોત નીપજ્યા છે. વલસાડથી સુરત તરફ જતા  અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

મૃતકના નામઅજય પટેલઆયુષ પટેલમયુર પટેલ

સુરતઃ શહેરના વેસુમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં યુવાનનું મોત નીપજ્યું છે.  પગ સ્લિપ થતાં 10મ માળેથી યુવક નીચે પટકાયો હતો.  8 મહિના પહેલાં UPથી રોજગારી માટે મૃતક યુવાન આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને રિક્ષામાં લઈ જઈ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાન નું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. 

આજે વહેલી સવારે યુવક બિલ્ડિંગ પરથી નીચે પટકાતા 18 વર્ષીય યુવાનને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક સાજન ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. સાજન અહીં છેલ્લા 8 મહિનાથી કામ કરતો હતો. સાજનનો પગ સ્લિપ થઈ જતાં નીચે પટકાયો હતો. જ્યાં દુર્ઘટના ઘટી એ પ્રોજેકટનું નામ સ્કાય બિલ્ડિંગ છે અને નવનિર્મિત છે. 

મૃતક સાજન ફકીરા સલમા 8 મહિનાથી સેંટિંગના કામ સાથે જોડાયેલો હતો. આજે સવારે 9 કર્મચારી સાથે 10મા માળે કામ કરી રહ્યો હતો, ત્યારે સવારે 8:30 વાગે ઘટના બની હતી. પગ સ્લિપ થઈ જતાં સાજન નીચે પટકાયો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સાજન સુરતમાં તેના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. તેનો આખો પરિવાર વતનમાં રહે છે.