સુરતઃ યુકેથી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. યુકેથી આવેલી યુવતીને તો નવા વાયરસનો ચેપ લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, સુરત ડીડીઓ દ્વારા આ સમાચાર ખોટા હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. યુકેથી આવેલી યુવતીએ તેના પરિવારના સભ્યોને પણ ચેપ લગાડ્યો છે.
પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોની તપાસ શરૂ કરતા આ પરિણીતાનું સરનામું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત તા. ૨૭મીએ પરિણીતાના સંપર્કમાં આવેલા માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પરિણીતા તેમજ તેણીની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દી માટે મંગળવારે સાંજથી સિવિલ સ્થિત કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે અલાયદી વ્યવસ્થા કરી દેવાઈ હતી.
UKથી ગુજરાત આવેલી યુવતીને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો તેના પરિવારમાં કોને કોને લાગ્યો ચેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Dec 2020 09:34 AM (IST)
યુકેથી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -