Frc School Fees Surat: સ્કૂલ ફીને લઈને FRCને પણ ઘોળીને પી જનારી 800 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. સાત દિવસમાં જવાબ નહિ મળે તો કચેરીએ ઉપર હાજર થવું પડશે. ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારા માટે દરખાસ્ત કરવાની હોય છે. તથા ફી વધારો ન કરનારીએ એફિડેવિટ કરવાની હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતની 800થી વધુ ખાનગી સ્કૂલોએ કોઈ એફિડેવિટ કરી જ નથી. જેને કારણે FRCએ આ ખાનગી સ્કૂલોનું લિસ્ટ કાઢીને ડીઇઓ ડો. દીપક દરજીને મોકલી આપ્યું હતું. જેથી તેઓએ 800થી વધારે ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારી છે. જેમાં એફિડેવિટ કે દરખાસ્ત ન કરવા પાછળનું કારણ પુછાયું છે. જેમાં 60 ટકા ખાનગી સ્કૂલોએ નોટિસનો જવાબ આપ્યો છે. જ્યારે 40 ટકાએ હજી સુધી જવાબ આપ્યો નથી.


RTE હેઠળ બોગસ પ્રવેશ 


RTE હેઠળ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદમાં ખોટા દસ્તાવેજ જમા કરીને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. RTE હેઠળ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી છે.


અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 58 વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા છે. શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓની તપાસ કરવામાં આવી હતી. આવા વાલીઓને રૂબરૂ બોલાવી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. આઈટી રિટર્નની તપાસ કરાતા વાલીઓની આવક દોઢ લાખથી વધુ જોવા મળી હતી. જોકે, વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી જે-તે સ્કૂલમાં અભ્યાસ કરી શકશે. પરંતુ નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ રદ ગણાશે.


શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. ભારતની સંસદે 4 ઓગસ્ટ 2009 ના રોજ આ કાયદો ઘડ્યો હતો અને તે 1 એપ્રિલ 2010 ના રોજ અમલમાં આવ્યો હતો. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. આ લેખ દ્વારા, આપણે જાણીશું કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે, તેનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે અને કઈ ખામીઓને સુધારવાની જરૂર છે.