સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં કોરોનાના કેસો સૌથી વધુ છે. અમદાવાદ પછી સુરતમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં ભરુચ જિલ્લામાં પણ કોરોનાના કેસો 100ને પાર થઈ ગયા છે. આજે નવા બે પોઝિટિવ કેસ આવતાં આંકડો 100ને પાર થઈ ગયો છે. જંબુસરામાં કોરોનાના બે કેસ નોંધાયા છે.
ભરુચ જિલ્લાના જંબુસરમાં બે દિવસમાં 11 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. જંબુસરને કોરોના હોટસ્પોટ બનતું અટકાવવા પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. વેપારીઓ દ્વારા બજારો સ્વૈરિછક રીતે 7 દિવસ સુધી બંધ રાખવાનું એલાન કરી દેવાયું છે. જોકે, આજે વધુ બે કેસ આવતાં સ્થિતિ વધુ બગડી છે. અત્યાર સુધી જંબુસરમાં કોરોનાના 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરુચના જંબુસરમાં કોરોનાના કેસો અટકાવવા અને હોટસ્પોટ બનતું અટકાવવા માટે વેપારીઓએ સ્વયંભૂ સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
નોંધઃ આ આંકડા https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવ્યા છે. આ આંકડા 16 જૂન સાંજે પાંચ વાગ્યા સુધીના છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત પછી આ જિલ્લાની ચિંતામાં થયો વધારો, કોરોનાના કેસો 100ને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2020 12:15 PM (IST)
દક્ષિણ ગુજરાતમાં ભરુચ જિલ્લામાં પણ કોરોનાના કેસો 100ને પાર થઈ ગયા છે. આજે નવા બે પોઝિટિવ કેસ આવતાં આંકડો 100ને પાર થઈ ગયો છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -