ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ભરુચ જિલ્લાના જંબુસરમાં બે દિવસમાં 11 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. જંબુસરને કોરોના હોટસ્પોટ બનતું અટકાવવા પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. વેપારીઓ દ્વારા બજારો સ્વૈરિછક રીતે 7 દિવસ સુધી બંધ રાખવાનું એલાન કરી દેવાયું છે.


અત્યાર સુધી જંબુસરમાં કોરોનાના 15 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ૧૦ના રિપોર્ટ બાકી છે. જીલ્લામાં કુલ આંક ૯૩ ઉપર પહોંચ્યો છે. ત્યારે ભરુચના જંબુસરમાં કોરોનાના કેસો અટકાવવા અને હોટસ્પોટ બનતું અટકાવવા માટે વેપારીઓએ સ્વયંભૂ સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ભરુચ જિલ્લામાં હાલ, 48 એક્ટિવ કેસ છે. તેમજ 46 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે.