સુરતઃ UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમે ખુશ થઈ જશે. હવે સુરતને UPSC સેન્ટર મળશે.  સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજાશે. ગુજરાતમાં UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ૧૧ લાખ ઉપર પહોંચી છે. 


અમદાવાદ અને રાજકોટ બાદ સુરતમાં પણ UPSCના ઉમેદવારો વધ્યા છે. UPSCના ઉમેદવારોની સંખ્યા ૫ લાખ હતી, જે ૨૦૧૮માં ૧૧ લાખ સુધી પહોંચી. સિવિલ સર્વિસીસમાં જોડાઈને સેવા કરવાનું સ્વપ્ન લાખો ઉમેદવારોનું પૂરું થાય તે હેતુસર સુરતને પરીક્ષા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. 


આવતી કાલે આખા ગુજરાતમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ રહેશે બંધ? જાણો શું છે કારણ?
ગાંધીનગરઃ આવતી કાલે આખા રાજ્યમાં વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોનાં કારણે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રહેશે. આ ઉપરાંત વેક્સિનનો સ્ટોક પુરતો ન હોવાના કારણે પણ આવતી કાલે બુધવારે વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. 


દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે કે કેમ તે હજુ નક્કી નહીં.  વેક્સિનનેશનનાં શરૂઆતી તબક્કામા દર બુધવારે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. ત્યાર બાદ સઘન વેક્સિનનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન આપવાંનું નક્કી કરાયું હતું.


વડોદરામાં આજે 80 વેકસીન કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલું છે. ગઈ કાલે 8000 ડોઝ કોવેકસીન અને 8000 કોવિસીલ્ડના ડોઝ આવ્યા હતા. આવતી કાલે રસીકરણની કામગીરી રહેશે બંધ. કોવિડ પહેલા દર બુધવારે મમતા દિવસ મુજબ કામગીરી થતી હતી. એ જ આશયથી આવતી કાલે રાબેતા મુજબ મમતા દિવસની કામગીરી કરાશે.


કોવિડ સંક્રમણમાં મમતા દિવસની કામગીરી બંધ રખાતી હતી. મમતા દિવસમાં 0 થી 2 વર્ષ ના બાળકોનું રસીકરણ, સ્થળ પર જઈ પોષણ આપવું, સગર્ભા માતા, ધાત્રી માતાનું રસીકરણ સહિત ની કામગીરી કરાશે. દર બુધવારે રૂટિન અને રાબેતા મુજબ ની મમતા દિવસની કામગીરીને કારણે રસીકરણ બંધ રહેશે.


રાજકોટમાં વેક્સીનને લઈ ફરી એક વખત ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. આજે વેક્સીનેસનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો થયો છે. 45 સેસન સાઈટ પર માત્ર 6000 વેકસીનના ડોઝ ઉપલબ્ધ છે. 400 કોવેકસીન જ્યારે 5600 કોવીસીલ્ડ વેકસીનનો જથ્થો ઉપલબ્ધ છે. આવતી કાલે રાજકોટ શહેરમાં વેકસીનેસન બંધ રહેશે. રૂટિન ઇમ્યુનાઇઝેશનના લીધે વેકસીનેસન રહેશે બંધ.