સુરત: ડીંડોલી ડિવોર્સી યુવતીને લગ્નની લાલચે વારંવાર શરીરસુખ માણ્યા પછી યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, યુવતીને તેના બાળકોને મારી નાંખવાની ધમકી આપી કહે ત્યારે શરીરસુખ માણવા દેવાનું કહેતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે ડીંડોલી પોલીસે આરોપી રાહુલ બારિયાની ધરપકડ કરી છે.
યુવકે મહિલાના બાળકોને મારવાની ધમકી આપી હતી. ડિંડોલીની ડિવોર્સી યુવતીને કારમાં લિફ્ટ આપતા થયેલી મિત્રતા બાદ વારંવાર શરીરસંબંધ બાંધ્યા હતા. વડોદરાના યુવકે લગ્નની લાલચે વારંવાર સંબંધ બાંધ્યા હતા. યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી યુવતીને ધમકી આપતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનારી 26 વર્ષીય ડિવોર્સી યુવતી ડિંડોલી વિસ્તારમાં રહે છએ અને શાકભાજી વેચીને પોતાના બે સંતાનોનું ભરણપોષણ કરે છે. યુવતીએ છ મહિના પહેલા જ છૂટાછેડા લીધા છે. તેને 3 અને 1 વર્ષના બે સંતાનો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં તે સણિયા કણદે ગામે મકાન જોવા માટે ગઈ હતી. ત્યાંથી પરત આવી રહી હતી, ત્યારે કાર ચાલક રાહુલે તેને લિફ્ટ આપી હતી. આ સમયે બંને વચ્ચે વાતચીત થઈ હતી અને ફોન નંબરની આપ-લે કરી હતી.
આ પછી બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. વારંવાર વાતચીત પછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. યુવતીએ પોતાના ડિવોર્સની વાત કરી હતી અને પોતાને બે સંતાનો હોવાનું પણ જણાવ્યું હતું. આથી યુવકે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. સાથે સાથે બાળકોની જવાબદારી પણ સ્વીકારવાનું કહ્યું હતું. આથી યુવતીનો ઝુકાવ પ્રેમી તરફ વધી ગયો હતો.
આ પછી તો બંને એકબીજાને મળવા લાગ્યા હતા. તેમજ યુવકે હવે લગ્ન કરવાના જ છે, તો શરીરસુખ માણવામાં શું વાંધો છે, તેમ કહીને છૂટ લેવાની શરૂ કરી દીધી હતી અને યુવતી પણ લગ્ન કરવાના હોવાથી સહકાર આપવા લાગી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.
પ્રેમીએ દમણ ફરવા પણ લઈ ગયો હતો અને અહીં હોટલમાં યુવતી સાથે શરીરસુખ માણ્યું હતું. આ ઉપરાંત ઘર અને વાપીની હોટલમાં પણ બંનેએ વારંવાર શરીરસુખ માણ્યું હતું. દરમિયાન યુવતીએ લગ્નનું કહેતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
એટલું જ નહીં, રાહુલે લગ્ન કરવાનો ઇન્કાર કરી ધમકી આપી કે, હું જ્યારે આવું ત્યારે સંબંધ બાંધીશ, જો નહીં બાંધવા દે તો તેના બંને બાળકોને મારી નાખશે. આમ, પ્રેમીએ દગ્ગો દેતા યુવતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને જેલ હવાલે કરી દીધો છે.