સુરતઃ શહેરના કોરોનાના કહેર વચ્ચે સુરતના ટેક્સટાઇલ માર્કેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ઓડ ઇવન સિસ્ટમ બંધ કરવામાં આવી છે. જેથી હવે તમામ દુકાનો એક સાથે ખોલી શકાશે. ટેકસટાઇલ માર્કેટ સપ્તાહમાં 6 દિવસ ખુલી રહેશે.


જોકે, વેપારીઓ અને કારીગરોનું કોરોના રેપીડ ટેસ્ટ કરવો પડશે. સવારે 10થી સાંજે 6 સુધી ખુલી માર્કેટ રહેશે. સુરતમાં 186 માર્કેટ અને 70 હજાર દુકાનો આવી છે. આ નિર્ણયને કારણે હવે તમામ વેપારીઓ પોતાની દુકાનો ખોલી શકશે. વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. શહેરમાં આજ સવારથી જ અનેક દુકાનો ખુલી જોવા મળી હતી.