સુરતઃ સુમુલ ડેરીની ચૂંટણી પહેલા બે ઉમેદવારોને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો કોણ છે ઉમેદવાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Aug 2020 09:35 AM (IST)
મહુવા બેઠકના ઉમેદવાર માનસિંગ પટેલ અને ચોર્યાસી બેઠકના ઉમેદવાર અજિત પટેલ કોરોના પોઝિટિવ આવ્યો છે.
સુરતઃ આગામી સાતમી ઓગસ્ટે સુમુલ ડેરીને ચૂંટણી યોજાવાની છે, તે પહેલા જ ચૂંટણીમાં ઉભેલા બે ઉમેદવારોને કોરોનાનો ચેપ લાગતાં ખળભળાટ મચી ગયો છે. મહુવા બેઠકના ઉમેદવાર માનસિંગ પટેલ અને ચોર્યાસી બેઠકના ઉમેદવાર અજિત પટેલ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ હોવાના કારણે મતદાન કરવાથી વંચિત રહી જાય તેવી શકયતા છે. આ ઉમદેવારો ઉપરાંત મતદારો પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આગામી 7મી ઓગસ્ટે મતદાન થવાનું છે. તેમજ 9મી ઓગસ્ટ મતગણતરી થવાની છે. નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. તેમજ ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસોથી કોરોના કેસો 1 હજારથી વધુ આવી રહ્યા છે.