ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનો  1 કેસ  નોંધાયો છે. આ પહેલા જામનગરમાં એક પોઝિટિવ કેસ હતો બાદમાં ઓમિક્રોનના અન્ય બે કેસ મળી આવતા કુલ કેસ ત્રણ થયા હતા. આજે એટલે કે સોમવારે સુરતમાં વધુ એક કેસ મળી આવતા રાજ્યમાં હવે ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીની સંખ્યા 4 પર  પહોંચી છે.


સુરતમાં એક સપ્તાહ પહેલા સાઉથ આફ્રિકાથી આવેલા પ્રવાસીને પરત આવ્યા બાદ ત્રીજીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું સામે આવ્યું છે. આ પહેલા  પ્રવાસી ભારત પરત ફરતાં સમયે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી નેગેટિવ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં પણ તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસ, 56 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત


ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 58  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 56 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,543 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક   મોત થયું છે. કોરોના વાયરસના સંક્રમણથી આજે વલસાડમાં 1 મોત થયું છે.  આજે  2,56,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે   અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 12,  ભાવનગર કોર્પોરેશનમાં 5,  કચ્છ 5, નવસારી 4, રાજકોટ કોર્પોરેશન 4, પાટણ 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.


 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 549  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 544 નાગરિકો સ્ટેબલ છે. 8,17,543  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10099 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.