સુરતઃ બાગેશ્વર ધામના  ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી સુરતમા આવશે. સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 11 જૂનના રોજ સુરત આવશે. તે સિવાય જગતગુરુ રામભદ્રાચાર્ય પણ 10 જૂને સુરત આવશે.


મળતી જાણકારી અનુસાર, સુરત શહેરમાં ફરી એકવાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનથી તેમના ભક્તોમાં ખુશીનો માહોલ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 10 જૂનના રોજ રાત્રે સુરત આવશે અને 11 જૂનના રોજ તેઓ એક લગ્નમાં હાજરી આપશે. જોકે, તે એક દિવસ અગાઉ એટલે કે 10 જૂને જગતગુરુ પણ સુરત આવવાના છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


રામભદ્રાચાર્ય ખૂબ જાણીતા કથાકાર છે.  સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાશે. જેમાં સુરત શહેર, દક્ષિણ ગુજરાતના હજારો લોકો હાજર રહેશે. ત્યારબાદ તેઓ સુરતના ઉધના વિસ્તારના તેરાપદ ભવન ખાતે પણ સંવાદ કરશે. જ્યાં રામચરિત માનસ સહિતની વાતો ભાવિક ભક્તો સાથે કરશે.


નોંધનીય છે કે ગુજરાતમા સૌ પ્રથમવાર  સુરત શહેરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થયું હતું જેમાં લાખોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. સુરત બાદ વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પણ દિવ્ય દરબારનું આયોજન કરાયું હતુ.


Crime: સુરતમાં નકલી પોલીસનો રૌફ, ગાર્ડનમાં ફરવા નીકળેલા લોકોને પોલીસમાં હોવાનું કહીને ઠગ્યા, બાદમાં આ રીતે ફૂટ્યો ભાંડો


Crime: સુરતમાં નકલી પોલીસ બનીને ફરનારા બે શખ્સોનો પોલીસો ધરપકડ કરી છે. શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં આ ઘટના ઘટ્યા બાદ ભાંડો ફૂટ્યો હતો. માહિતી એવી છે કે, સુરત શહેરના પાલનપુર ગાર્ડનમાં ફરવા ગયેલા રત્નકલાકાર અને તેના મિત્રોને નકલી પોલીસે પોતે પાલ પોલીસમાં હોવાની નકલી ઓળખ આપીને તેમની પાસેથી ઠગાઇ કરી હતી. નકલી પોલીસે બનીને આવેલા શખ્સોએ કહ્યું હતુ કે, તમે ગાંજોનું સેવન કરો છો, તમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવશે, આવી ધમકી આપવામાં આવી બાદમાં તેમની પાસેથી 3 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. 


જોકે, નકલી પોલીસનો એક વીડિયો સામે આવ્યા બાદ આ સમગ્ર કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. નકલી પોલીસનો વીડિયો કોઇએ મોબાઇલમાં ઉતારી લીધો હતો, બાદમાં પોલીસે આ વીડિયોના આધારે ગુનો દાખલ કરી, બે ઠગ શખ્સનો ધરપકડ કરી લીધી હતી, પોલીસે સાનીલ કમલેશ કઠોરવાલા અને દીપક નાનજી બારીયાની આ ઘટનામાં ધરપકડ કરી લીધી છે. અગાઉ સાનીલે લોકરક્ષળદળની પરીક્ષા પણ આપી હતી. જેમાં તે ફેઇલ થયો હતો.


Surat: સુરતમાં બસ ચાલકે યુવકને કચડી મારતા બબાલ, મોટી સંખ્યામાં લોકો ઉતર્યા રસ્તા પર


સુરત: શહેરમાં બેફામ લક્ઝરી બસ ચાલકે યુવકને કચડી મારતા બબાલ સામે આવી છે. સહારા દરવાજા બસ પાર્કિંગમાં યુવકના મોતને પગલે બબાલ થઈ છે. સુરતમાં રહેતા દોલતસિંહ નામના રાજેસ્થાની યુવકનું મોત થતા રાજસ્થાન સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રસ્તા પર ઉતરી લક્ઝરી બસને રોકી રાખી હતી. બસમાં સ્લીપર કોચમાં બેસવા બાબતે બબાલ થઈ હતી. જે બાદ બસ ચાલકે જાણે જોઈને યુવકને કચડી નાખ્યાનો આરોપ લગવવામાં આવ્યો છે. જ્યાં સુધી મૃતકના પરિવારને વળતર નહિ આપે ત્યાં સુધી બસને નહિ છોડે તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી છે