સુરત : શહેરમાં હાલ, રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે, ત્યારે સુરતમાં મનપાના અધિકારીઓ કોરોના રેપીડ ટેસ્ટના રૂપિયા વસૂલી રહી હોવાનો આક્ષેપ થયો છે. સુરત મનપા મફતમાં કોરોના રેપીડ ટેસ્ટ કરે છે. છતાં પાલિકાના અધિકારીઓ 450 રૂપિયા રેપીડ ટેસ્ટના વસૂલી રહી છે. સુરત ના નાના વરાછા વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. 450 રૂપિયા લેનાર પાલિકા અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે.


સુરતના વરાછા વિસ્તારના નાના વરાછા ઢાળ નીચે સુરત મહાનગરપાલિકા સંચાલિત ધનવંતરી રથ દ્વારા ટેસ્ટ કરાવવા આવતા લોકો પાસેથી સાડા ચારસો રૂપિયાની ઉઘરાણી થઈ રહી છે. આ વિસ્તાર આરોગ્યમંત્રી કુમાર કાનાણીના મત વિસ્તારમાં જ આવે છે. કુમાર કાનાણીના મત વિસ્તારમાં જ આવી રીતે સરકાર દ્વારા બેફામ ભાવ વસુલી રહ્યા છે. એક તરફ સરકાર જાહેરાત કરી રહી છે કે અમે વિનામૂલ્યે કોરોનાની સારવાર કરીએ છીએ.