સુરતઃ સુરત ગ્રામ્યમાં ગઈ કાલે મંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજયના મંત્રી મંડળમાં સ્થાન મળ્યા બાદ પ્રથમ વાર પોતાના મત વિસ્તારમાં મંત્રી આવ્યા હતા. ,જોકે, વિરોધ થતા મંત્રીના કાફલાએ રસ્તો બદલી નાંખી અન્ય રસ્તાથી યાત્રા ચાલુ રાખી હતી.
ગુજરાતમાં હાલ થોડા સમય પહેલા જ મંત્રી મંડળનું વિસ્તરણ કરાયું હતું અને આ મંત્રી મંડળમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને પણ સ્થાન મળ્યું છે. મંત્રી બન્યા બાદ ગઈ કાલે પ્રથમ વખત મુકેશ પટેલ પોતાના મત વિસ્તાર ઓલપાડ તાલુકામાં જન આશીર્વાદ લેવા આવ્યા હતા. સમગ્ર તાલુકામાં જન આશીર્વાદ યાત્રાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ઓલપાડ તાલુકાના કુવાદ ગામે યાત્રા પહોંચતા સ્થાનિકો દ્વારા યાત્રાનો અને મુકેશ પટેલનો ભારે વિરોધ કરાયો હતો.
વિરોધ થતા મંત્રી મુકેશ પટેલ અને એમની યાત્રાનો કાફલો રસ્તો બદલી અન્ય રસ્તે રવાના થઇ ગયા હતા અને યાત્રા ચાલુ રાખવામાં આવી હતી. મુકેશ પટેલનો વિરોધ થતા અન્ય રસ્તે નીકળી ગયા હતા, પરંતુ વિરોધ કરી રહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ચાર કલાક બાદ જેમતેમ પોલીસે મામલો થાળે પડ્યો હતો.
મંત્રી મુકેશ પટેલ ધ્વારા આં વિરોધને કોંગ્રેસનું કારસ્તાન ગણવામાં આવ્યું હતું . ગત તાલુકા પંચાયતની ચુંટણીમાં આ જ ગામના કોંગી ઉમેદવાર વિરુધ ભાજપના ઉમેદવારે જંગી જીત મેળવી હતી. ઉપરાંત ગણપતિ વિસર્જન જે દર વર્ષે ગામના રામકુંડમાં કરાતું હોઈ છે પરંતુ આ વર્ષે વિસર્જન અટકાવતા ગ્રામજનોની વારંવારની રજૂઆત છતાં મુકેશ પટેલ ધ્વારા સમસ્યાનું નિરાકરણ નહી કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો .