Surat News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં તેમણે સુરતીઓની ભરપેટ પ્રશંસા કરી હતી.


પીએમ મોદીના સંબોધનના અંશો



  • સુરત પાસે ઈતિહાસનો અનુભવ છે

  • સુરતમાં કામમાં લોચો મારે નહી, ખાવામાં લોચો છોડે નહી

  • આજે સુરત શહેરની ભવ્યતામાં વધુ એક ડાયમંડ 

  • આ ડાયમંડની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફિક્કી

  • ડાયમંડ બુર્સનું નામ લેવાશે ત્યાં સુરત, ભારતનું નામ આવશે જ

  • આ બિલ્ડીંગ નવા સંકલ્પનું પ્રતિક

  • દુનિયાની મોટી ઈમારતોની ચમક આની સામે ફિક્કી પડી

  • આજે સુરતના લોકો, વેપારીઓને વધુ બે ભેટ મળી

  • આજે સુરત એયરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું

  • આજે સુરત એયરપોર્ટને આંતરરાષ્ટ્રીય એયરપોર્ટનો દરજ્જો મળ્યો

  • સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ

  • પહેલા સુરત એયરપોર્ટ બસ સ્ટેશન જેવું લાગતુ હતુ

  • સુરતથી દુબઈ ફ્લાઈટ આજથી શરૂ થશે

  • ગુજરાતમાં હવે ત્રણ આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ 

  • આંતરરાષ્ટ્રીય એયરપોર્ટના કારણે દરેક ક્ષેત્રને ફાયદો થશે





  • સુરત શહેર સાથે મારો આત્મીય લગાવ છે

  • સુરત શહેરની યાત્રાએ અનેક ઉતાર-ચઢાવ જોયા

  • એક જમાનામાં જહાજો પણ સુરતમાં જ બનતા હતા

  • સુરતના લોકોએ અનેક સંકટોનો મુકાબલો કર્યો

  • ક્યારેક ગંભીર બીમારી તો ક્યારેક પૂરનો સુરતે સામનો કર્યો

  • દરેક સંકટમાંથી બહાર આવી સુરતે આજે વિશ્વમાં સ્થાન બનાવ્યું

  • આજે ટોપ-10 શહેરોમાં સુરતનો સમાવેશ

  • સ્વચ્છતા, સ્કીલ ડેવલપમેંટમાં સુરત આગળ

  • લાખો યુવાનો માટે આજે સુરત ડ્રિમ સિટી

  • હવે સુરત આઈટી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે

  • આજે મોદીની ગેરેન્ટીની ખુબ ચર્ચા

  • સુરતના લોકો મોદીની ગેરેન્ટીને પહેલાથી જ ઓળખે છે

  • મોદીની ગેરેન્ટીને લોકોએ સચ્ચાઈમાં બદલતી જોઈ છે





  • દરેક પ્રકારનો વેપાર એક જ છત નીચે

  • રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી સ્ટોર 

  • ડાયમંડ બુર્સથી દોઢ લાખ લોકોને રોજગારી મળશે 

  • સુરતે ગુજરાત અને દેશને ખુબ જ આપ્યુ છે

  • સુરત પાસે હજુ પણ ઘણું સામર્થ્ય 

  • ત્રીજી ઈનિંગમાં ભારત ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવાનો સંકલ્પ 

  • ડાયમંડ સેક્ટરમાં એક્સપોર્ટમાં ભારત આગળ છે

  • જેમ્સ જ્વેલરી સેક્ટરમાં આગળ વધવાનું છે

  • આજે વિશ્વનો માહોલ ભારતના પક્ષમાં છે

  • આજે વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે

  • સુરતમાં આધુનિક ઈંફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ભાર મુકાયો

  • સુરત સતત આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાઈ રહ્યું છે

  • દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે સુરતના વેપારને નવા અવસર આપશે

  • સુરત આગળ વધશે તો ગુજરાત આગળ વધશે

  • ગુજરાત આગળ વધશે તો મારો દેશ આગળ વધશે

  • સુરત ગ્લોબલ સિટી બનવાની દિશામાં

  • G-20 સમિટીમાં કોમ્યુનિકેશન માટે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો

  • ડાયમંડ બુર્સમાં કોમ્યુનિકેશન માટે મદદ કરવા સરકાર તૈયાર છે