PM Modi Surat Visit: પીએમ મોદી આજે સુરતની મુલાકાતે છે. તેઓ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ગાટન કરવાના છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ ડાયમંડ બુર્સ સુધી જતી વખતે તેમણે રોડ શો કર્યો હતો. પીએમ મોદીની ઝલક મેળવવા સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. લોકો 4 કિલોમીટર સુધી ચાલીને આવ્યા હતા.
ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. રૂ.3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ 1.5 લાખ લોકોને રોજગારી મળશે. જેની વિશેષતાઓની વાત કરીએ તો બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. જ્યાં 67,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે. સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે.
અહી દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.
વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બુર્સની એક ઝલક
- 67,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા
- હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ
- 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ અને 4500 થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
- બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ કરવા બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ
- દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”
- ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
- સ્પાઈનમાં 4 અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
- સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ
- ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
- યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
- પ્રત્યેક બે ટાવર વચ્ચે 6,૦૦૦ સ્કવેર મીટર (3 વિઘા) જેટલું ગાર્ડન
- સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
- 5 એન્ટ્રી, 5 એક્ઝીટ અને 7 પેડેસ્ટ્રીયન ગેટ
- દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
- એક્સેસ કંટ્રોલ સિસ્ટમ - ટચ લેસ અને કાર્ડ લેસ
તસવીરોમાં જુઓ સુરત ડાયમંડ બુર્સનો અદભૂત નજારો
રામ મંદિરના ઉદ્ગાટન પહેલા વોશિંગ્ટનમાં યોજાઈ કાર-બાઈક રેલી, અમેરિકાની સડકો પર લહેરાયો ભગવો