PM Modi in Surat: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરતમાં 18,800 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. તેમણે જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પ.બંગાળની ચૂંટણીમાં ભાજપની જીતની દેશના દરેક રાજ્યમાં ચર્ચા છે. દેશભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત છે. અરાજક્તા ફેલાવનારાઓને જનતાએ જવાબ આપ્યો છે. જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત છે. પંજાબના લોકોએ કોંગ્રેસને સ્પષ્ટ જવાબ આપ્યો છે. કર્ણાટકની જનતામાં પણ કોંગ્રેસની સરકાર સામે આક્રોશ છે. આક્રોશના કારણે જ કર્ણાટકમાં કોંગ્રેસે મુખ્યમંત્રી બદલ્યા છે. અગાઉ વડાપ્રધાને સુરતના લોકોને ગુજરાતીમાં પૂછ્યું, કેમ છો? કાર્યક્રમમાં હાજર સામાન્ય નાગરિકની PM મોદીએ ભેટ સ્વીકારી હતી. વડાપ્રધાન મોદીએ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર કનુભાઈ માવાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસને વેગ મળ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક નિરાશાવાદી લોકો આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજાક ઉડાવે છે. આત્મનિર્ભર ભારતનો મતલબ શું હોય તે હજીરા જવાથી ખબર પડે. હજીરા અત્યારે માત્ર ઈન્ડસ્ટ્રીયલ પાર્ક રહ્યો નથી. બીજા પર નિર્ભર દેશ વિકાસની ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો નથી. આત્મનિર્ભર ભારતને વેગ આપવા માટે કનેક્ટિવિટી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમારો પ્રયાસ તમામને જોડવાનો છે. આદિવાસી વિસ્તારોમાં પણ ફોરલેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસને વેગ મળ્યો છે. આદિવાસી વિસ્તારો ઈન્ડસ્ટ્રીયલ બેલ્ટ સાથે જોડાશે. સરકાર દેશના વિકાસને સર્વોપરી રાખીને કામ કરે છે.
ગ્રીન ગ્રોથ પર ગુજરાત પહેલાથી જ કાર્ય કરી રહ્યું છે
વડાપ્રધાને કહ્યું હતું કે સ્વચ્છ સુરત માટે સુરતના અધિકારી,કર્મચારી, નાગરિકોનું યોગદાન છે. સુરતના વિકાસને ગતિ આપવા માટે પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકર્પણ છે. ગ્રીન ગ્રોથ પર ગુજરાત પહેલાથી જ કાર્ય કરી રહ્યું છે. ક્લાયમેન્ટ ચેન્જ પર ગુજરાતે પહેલા જ વિભાગ બનાવ્યું હતું. ક્લાયમેન્ટ ચેન્જ પર વિભાગ બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. પાટણના ચારણકા ગામમાં ભારતનો પ્રથમ સોલાર પાર્ક બન્યો છે. ચારણકા ગામના સોલાર પાર્કે દેશને પ્રેરણા આપી છે. દશકો સુધી પીવાના પાણીની સુરત પાસે વ્યવસ્થા છે. સુરતમાં રસ્તા પર ચાલનારી તમામ બસ ઈલેક્ટ્રીક હશે. સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હજીરા ઈન્ડસ્ટ્રીલ એરિયા ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે જાણીતું થશે. આ દશક દુનિયા માટે આપદાનું દશક સાબિત થઇ રહ્યુ છે.140 ભારતીયોના પ્રયાસથી દેશ દરેક સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે. દેશ સામેના દરેક સંકટનો મજબૂતીથી સામનો કરાશે. દેશની ગ્રીન એનર્જીનો પાંચમો ભાગ એકલા ગુજરાતનો છે. ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન અમોનિયા ક્ષેત્રમાં પણ ગુજરાતનો રોલ મહત્વનો છે. વૈશ્વિક સંકટ સમયે એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ખૂબ જરુરી છે. વૈશ્વિક સંકટ સમયે રિન્યુએબલ એનર્જીમાં ઐતિહાસિક નિવેશ વધાર્યુ. પરમાણુ ઊર્જા પર ભારતે કામ કર્યુ. ગેસ પાઈપલાઈનના નેટવર્કમાં વધારો કર્યો છે.
ખેતર બચાવો અભિયાનમાં જોડાવવા વડાપ્રધાને હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સુરતના 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યુ હતું. સ્વચ્છતા અભિયાન બદલ સુરતના નાગરિકોનો આભાર માનું છું. સ્વચ્છતાને સંસ્કાર બનાવવાના છે. સ્વચ્છતા માટે સુરતના નાગરિકોને અભિનંદન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ વખત ગુજરાત આવ્યો છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત બદલ નાગરિકોને અભિનંદન આપું છું. અઢી દાયકાથી ગુજરાતના નાગરિકોએ ભાજપને આશીર્વાદ આપ્યા છે. તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મનપાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતદારોનું ભાજપને જોરદાર સમર્થન આપ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જીતના તમામ રેકોર્ડ તોડ઼્યા હતા. ભાજપને લાંબા સમયથી સેવાનો અવસર મળી રહ્યો છે. ગુજરાતની જનતાએ ભાજપના સેવાભાવને સમર્થન આપ્યું. આ પ્રચંડ વિજય સેવાના મિશનને વિસ્તાર આપવા માટે છે. પ્રચંડ જીત બાદ હવે વિકાસ માટે વધારે પરિશ્રમ કરવાનો છે. સુરત એક શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. સુરત શહેરને સ્વચ્છતામાં સતત એવોર્ડ મળી રહ્યા છે. સુરત સ્વચ્છતા અભિયાનને સતત પ્રાથમિક્તા આપે છે.દરેક ગામ, શહેર વિકસિત થશે ત્યારે જ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે.
જનસભાને સંબોધતા કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલે કહ્યું હતું કે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સુરત મનપા અવ્વલ છે. પાણીનું આયોજન કરવામાં સુરત મનપા પ્રથમ છે. સુરત શહેરને સોનાની મૂરત કહેવામાં આવે છે.નાગરિકોના સહયોગથી જળસંચયને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વરસાદી પાણીનું સંચય જન આંદોલન બન્યુ છે. 33 જિલ્લામાં 2703 અમૃત સરોવરના કામ સાકાર થયા છે. શહેર અને નગરોમાં ગ્રીન કવર વધારાયુ છે. દક્ષિણ ગુજરાતમાં આજે વિકાસની વણઝાર થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં આજે વિકાસની વણઝાર સર્જાઈ હતી. દક્ષિણ ગુજરાતને આજે 18 હજાર કરોડથી વધુની વિકાસની ભેટ મળશે. આજે દક્ષિણ ગુજરાત માટે ગૌરવની વાત છે. PMના નેતૃત્વમાં દેશમાં અવિરત વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી પર્યાવરણ પ્રેમી છે. સુરતના નાગરિકોના દીલમાં માત્ર મોદી-મોદી છે. ઈન્ડોર સ્ટેડિયમમાં આજે પાણીની બોટલનો ઉપયોગ કરાયો નથી. આજે ઈન્ડોર સ્ટેડિયમમાં માટલા થકી પાણી અપાયું છે. PM સૂર્ય ઘર યોજના ભવિષ્ય ઉજળું કરનારી યોજના છે. 2014 પહેલાનું ભારત કેવું હતુ તે તમામને અંદાજો છે. ગરીબો માટે 4 કરોડ પાકા ઘર બનાવાયા છે. 10 કરોડ શૌચાલય બનાવાયા છે. 80 કરોડ ગરીબોને વિનામૂલ્યે રાશન મળે છે. જલ જીવન મીશનના આધારે 15 કરોડ ઘરમાં શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે.
