Chaitar Vasava: ડેડીયાપાડાનાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધપવામાં આવી છે.
આ મામલે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખોટી રીતે હેરાન કરવાનું કાવત્રુ ભાજપે કર્યું છે ! જેની સામે મજબૂતાઈથી લડવામાં આવશે ! ચૈતર ભાઈને ખોટી રીતે હેરાન કરવા અને એમના પરિવારને પણ પરેશાન કરવાનું ભાજપને ભારે પડશે !’
ગોપાલ ઇટાલીયાએ પણ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો હતો, તેણે ટ્વીટમાં લખ્યું કે, ‘આમ આદમી પાર્ટીના દમદાર લડાયક ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત આગેવાન ભાઈ શ્રી ચૈતર વસાવા ઉપર ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી. ચૈતર વસાવાના ધર્મપત્નીને પણ પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર મળ્યા છે.’
નોંધનીય છે કે, દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ઈડીના સંકંજામાં આવ્યા છે. હાલમાં જ ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. જોકે કેજરીવાલ ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. આ પહેલા લીકડ કાંડમાં મનિષ સિસોદીયા પહેલાથી જ જેલમાં છે. તેણે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં જામાન માટે અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી.