Police Raid: ડાયમંડનગરી સુરતમાં ફરી એકવાર કૂટણખાનું ઝડપાયું છે. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના મારવેલા કોમ્પલેક્ષમાં પોલીસે દરોડા પાડી થાઈલેન્ડની ત્રણ અને ભારતની એક યુવતીને મુક્ત કરાવી છે. જ્યારે સ્પાના માલિક સુનિલ પંડિત અને અડાજણથી આવેલા એક ગ્રાહકની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ કોર્ટ દ્વારા દરોડા પાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનિય છે કે, સુરતમાં કપલ બોક્ષ અને સ્પાની આડમાં કૂટણખાનાનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે.


અમદાવાદ: દીકરીની છેડતી કરનારને ઠપકો આપવા ગયેલા પિતાની હત્યા


અમદાવાદ: શહેરના માધુપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતાની છેડતી કરનારને ઠપકો આપવા જતાં પિતાની હત્યા કરવામાં આવી છે. 25 વર્ષીય પરિણીતા દીકરાને લઈને બહાર જતી હતી તે સમયે વૈભવ ઠાકોર નામના શખ્સે તેમની છેડતી કરી હતી. જે બાદ પરિણીતાએ પિતા- ભાઈ અને બહેનને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ તેઓ વૈભવ ઠાકોરને ઠપકો આપવા ગયા હતા. જો કે, આરોપી લાજવાને બદલે ગાજ્યો હતો અને ઘરમાંથી ચપ્પુ લઇને આવ્યો અને પરિણીતાના પિતા અને પુત્ર પર ચપ્પુથી હુમલો કરી દીધો. 


બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પરિણીતાના પિતાને ફરજ પર હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રથમ તો મહિલાની છેડતી બાદમાં તેમના જ પિતાની હત્યા. આરોપીને પોલીસનો કે કાયદાનો ડરના હોય તેમ લાગી રહ્યું છે.


આણંદ: ડમ્પરે બાઈકને ટક્કર મારતા માસુમ બાળકની સામે જ માતા-પિતાએ જીવ ગુમાવ્યો


આણંદ: લીમડાપુરા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ગોજારા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બાળકનો આબાદ બચાવ થયો છે. બાળકે માતા પિતા ગુમાવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બંન્ને મૃતકોને પોસ્ટમાર્ટમ માટે ખાસેડાયા છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.