સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો

નાનપુરામાં વાહન ચેકિંગ દરમિયાન બુટલેગરે પોલીસ જવાનને અડફેટે લીધો, પીછો કરી ધરપકડ, PSOને પણ લાફો ઝીંક્યો.

Continues below advertisement

Surat bootleggers incident: સુરત શહેરમાં બુટલેગરોની દાદાગીરી ચરમસીમાએ પહોંચી ગઈ છે. શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના નાનપુરા ખાતે એક એવી ઘટના સામે આવી છે જેમાં બુટલેગરે પોલીસકર્મી પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો.

Continues below advertisement

રવિવારે મળસ્કે અઠવા પોલીસનો સ્ટાફ નાનપુરાના ટીમલિયાવાડ વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એક ફોર વ્હીલ કારનો ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ફરજ પર હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈએ કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી પોલીસ હેડ કોન્સ્ટેબલને અડફેટે લીધો અને બોનેટ પર પછાડી દીધો. જેના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યાં હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક તેમની મદદ કરી અને ફરાર કાર ચાલકનો પીછો પીસીઆર વાન દ્વારા શરૂ કર્યો અને તેને ઝડપી પાડ્યો.

પકડાયેલા કાર ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ ચિત્રાંર્થ ઉર્ફે ચિત્રાજ રાંદેરી હોવાનું જાણવા મળ્યું. તે નાનપુરા વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર હોવાનું પણ સામે આવ્યું છે. તે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ હતો અને પોલીસથી બચવા માટે ફરાર હતો. પોલીસને શંકા હતી કે નાનપુરા ટીમલીયાવડ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ તેને પકડી લેશે, તેથી તેણે પોતાની કાર પૂરઝડપે હંકારી પોલીસ જવાનને અડફેટે લીધો.

બુટલેગરની દાદાગીરી અહીં જ ન અટકી. પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારબાદ પણ તેણે ભારે હોબાળો મચાવ્યો. ફરજ પર હાજર PSO સાથે પણ તેણે હાથાપાઈ કરી અને તેમને લાફો ઝીંકી દીધો. આ ઘટના બાદ અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે સુરતમાં બુટલેગરો આ પ્રમાણે ફાટીને ધુમાડી ગયા છે. પોલીસનો કોઈ પણ હાઉ બુટલેગરોને રહ્યો નથી. તે જ કારણ છે કે સુરતના અઠવા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીને આ બુટલેગર દ્વારા પોતાની કાર વડે અડફેટે લઈ ગંભીર ઇજા પોહચાડી હતી. જે બુટલેગરની હાલ તો ધરપકડ કરી પોલીસે શાન ઠેકાણે પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો...

રાજ્યમાં માર્ગ અકસ્માતોની હારમાળા: શિક્ષક સહિત બેના મોત, અનેક ઈજાગ્રસ્ત

Continues below advertisement
Sponsored Links by Taboola