Gujarat election 2022: સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરાછામાં જંગી જનસભા  સંબોધી હતી. આ પહેલા  રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.  એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી મિની રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. સુરતમાં સ્વ્યંભુ રોડ-શો બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જંગી સભા સંબોધી હતી.  PM મોદીએ સભા સંબોધતા કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું,  કૉંગ્રેસને ફક્ત જાતીવાદ અને ભ્રષ્ટાચારમાં જ રસ છે. આધુનીક સેના બનાવવામાં પણ રોડા નાંખ્યા હતા.


પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું,  કૉંગ્રેસ જે આતંકવાદને પણ વૉટબેંકની નજરથી જોવે છે. જ્યારે કૉંગ્રેસના શાસનમાં અમે કહેતા કે આતંકને ટાર્ગેટ કરો ત્યારે કૉંગ્રેસ આતંકને નહીં પણ મોદીને ટાર્ગેટ કરવામાં લાગી હતી. મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે આતંકની પરાકાષ્ઠા હતી.  ગુજરાત પણ લાંબા સમય સુધી આતંકીઓના નિશાને રહ્યું છે.   ગુજરાતમાં અમે આતંકીઓને પકડતા અને કાર્યવાહી કરતા હતા પણ કોઈ ભૂલી નથી શકતું કે કઈ રીતે દિલ્હીમાં બેઠી કૉંગ્રેસ સરકાર આતંકીઓને છોડાવવામાં તેની પૂરી તાકાત લગાવી દેતી હતી.  પરિણામ એ આવ્યું કે આતંકીઓના હોંસલા વધતા રહ્યા, દેશના મોટા શહેરમાં આતંકવાદ વધતો રહ્યો. દિલ્હીમાં જ્યારે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તો કૉંગ્રેસના નેતા આતંકના સમર્થનમાં રડવા લાગ્યા હતા. આટલું જ નહીં પ્રધાનમંત્રી તો ત્યાં સુધી કહ્યું કે કૉંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરથી જુએ છે. તૃષ્ટીકરણની દૃષ્ટિથી જુએ છે. ખાલી કૉંગ્રેસ નથી હવે તો અલગ અલગ દળ તૈયાર થયા છે. આ દળ પણ શોર્ટકટની રાજનીતિમાં માને છે. તેની તો સતાની ભૂખ પણ તેજ છે. તે વોટબેંકની રાજનીતિ કરવા માગે છે.


પ્રધાનમંત્રી મોદીએ હાજર લોકોની ક્ષમા માંગી, કહ્યું કે, મને પહોંચવામાં મોડુ થયું છે. તમે કલાકોથી રાહ જોઈ રહ્યાં છો. જીવનમાં રોડશો તો ઘણા કર્યાં છે પણ તે બધા રોડ શો પહેલાથી નક્કી થયેલા હોય, આજના કાર્યક્રમમાં રોડ-શો નહોતો પરંતુ લગભગ 25 કિમી લાંબો જનસાગર આ આશીર્વાદ, આ આ પ્રેમ સુરતીઓએ આપ્યો છે. 


પીએમ મોદીએ વધુમાં કહ્યું,  આજનું દ્રશ્ય જોઈને લાગ્યું છે કે આ વખતે ગુજરાતના લોકોએ તમામ રેકોર્ડ તોડવાનું નક્કી કરી લીધુ છે. ગુજરાતના લોકોએ કહ્યું હતું કે સાહેબ તમારે પ્રચાર માટે આવવાની જરૂર નથી. આજનું ચિત્ર જોઈને લાગે છે કે સુરતના લોકોએ બધુ સંભાળી લીધુ છે. તમામ જગ્યાએ એક નારો જોવા મળી રહ્યો છે ફીર એક બાર ભાજપ સરકાર. ભાવનગરમાં પણ મને સુરતની સુહાસ જોવા મળી હતી. સુરત દરેક ક્ષેત્રમાં આગળ છે. સેવાના કામમાં સુરતનું નામ હંમેશા આગળ હોય છે. સુરતે આજે પોતાના કામ અને સામર્થ્યથી અલગ ઓળખ બનાવી છે. હિન્દુસ્તાનને સુરત પર ગર્વ થાય છે.  હું ચૂંટણી માટે નહીં તમારા આશીર્વાદ લેવા આવ્યો છે.