Surat Smart Meter News: સુરતના પુણા ગામમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. મહિલાઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્માર્ટ મીટર માટે પ્રતિબંધિત સોસાયટીમાં પરમિશન વગર દાખલ થવું નહીં તેવા પુણા વિસ્તારની સોસાયટીઓમાં બેનર લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ મીટરને લઈ રણુજા ધામ સોસાયટીમાંથી મોટા પ્રમાણમાં વાંધા અરજી કરાઈ છે.


સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી ઉઠ્યો છે વિરોધનો સૂર

વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવાવનું શરુ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર ઊઠી રહ્યો છે. તેમાં પણ સુરતના પુણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રીગણેશ કર્યા હતા. તે વિસ્તારોમાં હવે બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન આક્રમક બની રહ્યું છે. આજે પુણા વિસ્તારની અનેક સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટર લગાવવા માટેનો પ્રતિબંધિત વિસ્તાર એવા લાગ્યા બેનર લાગ્યા છે. આ સાથે વિરોધ સાથે કહ્યું હતું કે પહેલા પોતે સ્માર્ટ બનો.


વીજ કંપનીનો ખુલાસો લોકોની સમજમાં નથી આવતો


પુણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામનો વિરોધ દિવસેને દિવસે આક્રમક બની રહ્યો છે. વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર અંગે અનેક ખુલાસાઓ કરવામાં આવી રહ્યાં છે પરંતુ વીજ કંપનીના ખુલાસો લોકોની સમજમાં આવતા નથી તેથી તેઓ મીટર નો વિરોધ કરી રહ્યાં છે. ગઈકાલે શહેરના વેસુ વિસ્તારમાં વીજ કંપની દ્વારા મીટર લગાવવાની કામગીરી કરવા ગયેલા સ્ટાફનો ઘેરોઘાલ્યો હતો.




વીજ કંપની સામે બેનર લગાવવાનું શરુ કર્યું

પુણા વિસ્તારમાં તો વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા આવે કે સર્વે કરવા આવે તે પહેલાં સોસાયટીઓ દ્વારા વીજ કંપની સામે બેનર લગાવવાનું શરુ કર્યું છે. પુણા વિસ્તારના લોકો સ્માર્ટ વીજ મીટર થી ગભરાયા છે અને ભારે રોષે ભરાયા છે. તેના કારણે પુણાની અનેક સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટર ના વિરોધમાં બેનર લગાવવામાં આવી રહ્યા છે.

આ બેનર માં લખવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તાર સ્માર્ટ મીટર માટે પ્રતિબંધિત વિસ્તાર છે. આ વિસ્તારમાં સોસાયટીની લેખિતમાં પરવાનગી વિના પ્રવેશ કરવો નહી. આ ઉપરાંત સોસાયટીઓ દ્વારા વ્યક્તિગત વાંધા અરજી તૈયાર કરવામા આવી રહી છે તે વાંધા અરજી સાથે વીજ કંપનીમાં પુણા વિસ્તારના અનેક લોકો જશે અને પોતાને ત્યાં સ્માર્ટ મીટર નહી લગાવવા તેવી રજુઆત કરશે