સુરતમાં પોલીસની પ્લેટવાળી કારમાંથી દારૂની બોટલ મળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરમાં પોલીસની પ્લેટવાળી કારમાંથી દારૂની બોટલ મળી હતી. વીડિયો વાયરલ થયા બાદ રાંદેરના PSI એ. એ. પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, PSIના બ્લડ અને યૂરિનના સેમ્પલ પણ FSLમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાશે.
ગાડી હટાવવા બાબતે PSI એ. એ. પટેલનો ઝઘડો થયો હતો. વાત મારામારી સુધી પહોંચી હતી. જેને લઈ ટોળું ભેગું થયું હતું. આ સમયે કોઈએ PSI એ. એ. પટેલનો વીડિયો ઉતારી લીધો હતો. ઝઘડો થયા બાદ પોલીસની પ્લેટવાળી કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા.
સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા છે,ત્યારે સ્થાનિકોએ ભેગા મળીને આ પીએસઆઈને પોલીસને સોંપ્યો હતો. સ્થાનિકોએ પીએસઆઈનો વીડિયો બનાવ્યો અને વાયરલ કર્યો હતો તો સ્થાનિકોનો આક્ષેપ છે કે,પીએસઆઈએ દારૂના નશામાં હતો અને સ્થાનિકો સાથે આવીને બબાલ કરી હતી. પોલીસ લખેલી નેમ પ્લેટવાળી કારમાંથી દારૂ મળતા લોકોએ વીડિયો બનાવી હોબાળો મચાવ્યો હતો. જેના પગલે અન્ય પોલીસકર્મીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને પીએસઆઈને ત્યાંથી લઈને નીકળી ગયા હતા. હાલ પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પીએસઆઇના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં ટીવી અને પ્રેસના પત્રકારોની સાથે સાથે હવે કેટલાક કથિત પત્રકારોનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. હાલમાં જ ભાજપના નેતા અને સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે, રાજ્યમાં કથિતા પત્રકારો, યુટ્યૂબરો અને તોડબાજી કરાનારા નકલી પત્રકારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. ધારાસભ્ય રાણાની માગ છે કે, આવા તોડ કરનારા કથિત પત્રકારોના એક્રિડેશન કાર્ડ પણ જપ્ત કરવામાં આવે. એક્રિડેશન કાર્ડ જપ્ત કરીને બ્લેક લિસ્ટ કરાય અને તોડ કરતી યુ-ટ્યુબ ચેનલ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લૉક કરવામાં આવે.