Rahul Gandhi Appeal: માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં તેમની સજાને પડકારતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સામે માત્ર નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ કરી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (3 માર્ચ) સુરતની સેશન્સ કોર્ટમાં ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજાને પડકારતી અપીલ દાખલ કરી હતી.


23 માર્ચે સુરતની CJM કોર્ટે મોદી અટકના નિવેદન બદલ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. 2019 માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે  "લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી, કેવી રીતે બધા ચોરોની સરનેમ મોદી છે." ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ નિવેદન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવી હતી.


3 એપ્રિલે રાહુલ ગાંધીએ સજા પર સ્ટે અને જામીન માટે અરજી દાખલ કરી હતી. અપીલ પર સુનાવણી કરતા કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં માત્ર નરેન્દ્ર મોદી જ અપીલ કરી શકે છે.


રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદી આ કેસમાં પીડિત નથી અને તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ફોજદારી કાયદા હેઠળ કેસ દાખલ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો સંબંધ છે ફક્ત પીડિત વ્યક્તિ જ ફરિયાદ નોંધાવી શકે છે.


રાહુલ ગાંધીએ કોર્ટને જણાવ્યું હતું કે, " નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત રૂપે કરાયેલા કથિત આરોપો બદલ માનહાનિના ગુના માટે માત્ર નરેન્દ્ર મોદીને જ પીડિત માની શકાય છે અને માત્ર નરેન્દ્ર મોદી જ ફરિયાદ દાખલ કરી શકે છે. પૂર્ણેશ મોદી ફરિયાદીને કોઇ અધિકાર નથી કે તેઓ તેમના તરફથી ફરિયાદ દાખલ કરે.






સુરત મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેશ વર્માની કોર્ટ ગઈ તા.23 મી માર્ચના રોજ આરોપી રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદ ની સજા ફટકારી હતી. જે હુકમથી નારાજ થઈ ને તેની કાયદેસરતાને પડકારતી અપીલ દાખલ કરી છે. જેમાં કોર્ટ દ્વારા સજા પર સ્ટે રાખવાની સુનાવણી 13 એપ્રીલના રોજ કરવામાં આવી છે. વકીલના કહેવા મુજબ આગામી સુનાવણી એટલે કે 13 એપ્રીલના રોજ રાહુલ ગાંધીએ ફરી કોર્ટમાં હાજરી આપવી જરૂરી નથી. આ કેસના સામેના પક્ષકારો ફરિયાદી તથા સરકારી વકીલને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી તા.3 મે સુધી મોકુફ રાખી છે.