Rain News: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તરથી લઇને દક્ષિણ અને મધ્ય તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદથી તબાહી મચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં 16 ઇંચ નોંધાયા છે, આ ઉપરાંત ડાંગ-આહવા અને કપરાડામાં 11-11 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. 


દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તાપી નદીના જળપ્રવાહમાં ભારે વધારો નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર ખુબ વધ્યુ છે. ખાસ વાત છે કે, સતત વરસાદના પાણીની આવકથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નાવડી ઓવારા કિનારે પાણી ભરાયુ છે. સુરત મનપા દ્વારા તકેદારીના ભાગરૂપે ઓવારાને બેરીકેટ કર્યુ છે. ઓવારા કિનારે પોલીસ અને મનપાની ટીમ તૈનાત રાખવામાં આવી છે. નાવડી ઓવારા, નદીકાંઠે ના જવા સુરત મનપાની લોકોને અપીલ છે. તાપી નદી પરના કૉઝવેની જળસપાટી ભયજનક સપાટીને પાર પહોંચી છે. 


હાલમાં ઉકાઈ ડેમમાંથી બે લાખ 47 હજાર ક્યૂસેક પાણી છોડાયુ છે, સુરત શહેર અને જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારે વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસે તેવી શક્યતા છે. અડાજણ રેવા નગર વિસ્તારમાંથી સ્થળાંતર કરાયુ છે. બદ્રી નારાયણ મંદિર પાસેના સ્થાનિકોનું સ્થળાંતર કરાઇ રહ્યું છે. સ્થાનિકોને મહાદેવનગરની પ્રાથમિક શાળામાં શરણ અપાઇ છે.


આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી


ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો દીવમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


રાજ્યના ડેમની શું છે સ્થિતિ


ધોધમાર વરસાદને પગલે રાજ્યના 59 જળાશયો સંપૂર્ણ ભરાય છે. કચ્છ સૌરાષ્ટ્રના 45 જળાશયો હાઉસ ફુલ છે  તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી 97  જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 72 જળાશયો હાઈએલર્ટ પર છે., તો 80થી 90 ટકા ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 10 જળાશયો વોર્નિંગ પર છે.


આ પણ વાંચો


Gujarat Rain Forecast: ગુજરાતના આ 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર