સુરત: સુરતના ગોડાદરા વિસ્તરમાં રાત્રિ દરમિયાન ઘર બહાર નીકળેલી 11 વર્ષની કિશોરીને યુવાને પોતાના રૂમમાં બળજબરીથી લઇ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. કિશોરીએ આ મામલે પરિવારને જાણકારી આપી હતી. પરિવારે તાતકાલિક આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર યુવાનની પોક્સો હેઠળ ધરપકડ કરી છે.

સુરતમાં મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે. તેમાં પણ મહિલા સાથે બાળકી સાથે શારીરિક છેડતી સાથે તેમની સાથે દુષ્કર્મની ઘટના સતત બની રહી છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે.



અહેવાલ અનુસાર, સુરતના ગોડાદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 11 વર્ષની કિશોરી રાત્રિ દરમિયાન પોતાના ઘરની બહાર નીકળી હતી.કિશોરીની એકલતા જોતા તેનો લાભ લઇને યુવક દિલીપ પાલની દાનત બગડી હતી અને કિશોરીને હાથ પકડી પોતાની રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જોકે દુષ્કર્મ બાદ કિશોરીને આ બાબતે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કિશોરી ઘરે આવીને પાડોશી યુવકે તેની સાથે કરેલ કૃત્યની જાણ પરિવારને કરતા આ મામલે યુવાન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે આ ફરિયાદમાં યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી, જો કે બાળકી નાબાલીક હોય તેને લઈને પોલીસે દિલીપ પાલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.