કેજરીવાલના સુરત આગમન પહેલા રિક્ષા ચાલકોએ નોંધાવ્યો વિરોધ
abpasmita.in | 13 Oct 2016 09:12 PM (IST)
સુરત : દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રિક્ષાચાલકને માર મારવાને લઈને હવે સુરતના રિક્ષાચાલકો મેદાને પડ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તે પહેલા અનેક સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ તેમનો વિરોધ કરી રહ્યા છે.. ત્યારે આગામી 16મીએ કેજરીવાલની સભા હોય રિક્ષાચાલકોએ અત્યારથી જ વિરોધ કરવાનું શરૂ કરી દીધુ છે.. સુરતના રિક્ષાચાલકોએ કેજરીવાલ વિરુધ્ધ જંગ છેડતા હોય તેમ વિવિધ બેનર દર્શાવી વિરોધ કરી રહ્યાં છે. આ અગાઉ કેજરીવાલ વિરૂદ્ધ સુરતની સાથી રાજ્યના અનેક સ્થળોએ કેજરીવાલનો વિરોધ કરતા હોય તેવા પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે.. એટલું જ નહીં રિક્શાચાલકોએ સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પણ અરવિંદ કેજરીવાલનો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.