સુરત: આરએસએસના વડા મોહન ભાગવત ગુરુવારના રોજ સુરતના મહેમાન બન્યા હતા. અહીં તેઓએ વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જૈન મુનિ મહાશ્રમણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જૈન મુનિ મહાશ્રમણના પ્રવચનમાં મોહન ભાગવતે હાજરી આપી હતી. અહીં મોહન ભાગવતે ઘણા વિષયો પર પોતાના વિચાર રજુ કર્યા હતા.


આરએસએસના વડા મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે, અલગથી હું વિચાર મુકુ તેની કોઈ આવશક્યતા નથી. જે શાશ્વત વાત છે તે આચાર્યો દ્વારા કહેવામાં આવે છે. આપણા ભારતની વિશેષતા જ આ છે.  આપણા પૂર્વજો દ્વારા સ્થાપિત સિદ્ધાંતોને કારણે, ભારત એવા દેશોને પણ મદદ કરે છે જેણે એક સમયે તેની સામે યુદ્ધ કર્યું હતું, પરંતુ હાલમાં સંકટનો સામનો કરી રહ્યા છે. જૈન સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે ભારત ન તો હુમલાની શરૂઆત કરે છે અને ન તો પોતાના પર કોઈ હુમલાને સહન કરે છે. કારગિલ યુદ્ધ દરમિયાન જ્યારે પાકિસ્તાને આપણા પર હુમલો કર્યો, તો ભારત પાસે જવાબી હુમલો કરવાનો વિકલ્પ હતો, પરંતુ આપણે તેની પસંદગી કરી હોત તો. પરંતુ આપણી સેનાને બોર્ડર ક્રોસ ન કરવાની સ્પષ્ટ સૂચના મળી હતી. સેનાને સૂચના આપવામાં આવી હતી કે જેઓ આપણી સરહદોની અંદર હોય તેમને જ નિશાન બનાવવા.


ભાગવતે સર્જિકલ અને એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો 
ભારત દ્વારા પાકિસ્તાનની અંદર કરવામાં આવેલા સર્જિકલ અને એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું, જ્યારે આપણે તેના ઘરમાં ઘુસીને હુમલો કર્યો ત્યારે આપણે આખા પાકિસ્તાનને નિશાન બનાવ્યું ન હતું. આપણે ફક્ત તે લોકો પર હુમલો કર્યો જેઓ આપણા માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા.


હાલમાં ભારત અથવા વિશ્વ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનું કોઈ ચોક્કસ ઉદાહરણ આપ્યા વિના સંઘના વડાએ કહ્યું, આજે ઘણા લોકો વર્તમાન પરિસ્થિતિને કારણે ભવિષ્ય વિશે ચિંતિત છે. પણ ડરવાની જરૂર નથી. આપણે બધા આ સમસ્યાઓનો ઉકેલ લાવીશું અને આપણાથી પ્રેરિત થઈને, વિશ્વ પણ પોતાની મેળે ઉકેલ શોધી લેશે.


આ પણ વાંચો...


Israel Hamas Gaza War: સોફા પર બેસીને મોતની રાહ જોતો સિનવાર, વાયરલ વીડિયોમાં જુઓ હમાસના નેતાની અંતિમ ક્ષણો