Surat RTO: સુરત RTOની બેદરકારીના કારણે 50 હજારથી વધુ વાહનો પરિવહન એપમાં બ્લેક લિસ્ટમાં મુકાયા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2021માં હંગામી રજિસ્ટ્રેશન ફીમાં વધારો કર્યો હતો. આ વાતની જાણ રાજ્ય RTOને અઢી વર્ષ બાદ થઈ. જેના કારણે છેલ્લા અઢી વર્ષમાં ખરીદાયેલા વાહનચાલકોને આ રકમની વસૂલી કરવા માટે વોન્ટેડની યાદીમાં મુકાયા છે. આવા વાહનોની સંખ્યા સુરતમાં 50 હજારથી વધુ અને રાજ્યભરમાં 9 લાખથી વધારે હોવાની માહિતી છે. અનેક વાહનમાલિકોને તો તેમનું વાહન બ્લેક લિસ્ટ કે વોન્ટેડમાં છે તેવી હજુ સુધી જાણકારી પણ નથી.


આ ઉપરાંત આરટીઓએ પણ મેસેજ કે નોટિસ મોકલીને સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. આ હંગામી રજિસ્ટ્રેશનની રકમ 150થી 250 રૂપિયા જે તે વાહન માટે થાય છે પરંતુ આ નજીવી રકમ માટે આજે ઘણા વાહનમાલિકો તો તેમનું વાહન બ્લેક લિસ્ટની યાદીમાં હોવાથી આરટીઓ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે.


જ્યારે તમે નવી કાર ખરીદો છો, ત્યારે તમારે માત્ર GST જ નહીં પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો અનુસાર ટેક્સ પણ ચૂકવવો પડશે. આ રોડ ટેક્સ છે, જે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કારની નોંધણી માટે વસૂલવામાં આવે છે. RTO દ્વારા વસૂલવામાં આવતો રોડ ટેક્સ સામાન્ય રીતે એક્સ-શોરૂમ કિંમત પર આધારિત હોય છે.


નોંધણી ચાર્જ કેટલો છે?


વાહન નોંધણીનો ચાર્જ માત્ર 600 રૂપિયા છે. જો કે, તે વાહનની કિંમત પર પણ આધાર રાખે છે.


હાઇપોથેકેશન શુલ્ક


જો તમે લોન પર કાર ખરીદો છો તો તમારે હાઈપોથેકેશન ચાર્જ ચૂકવવો પડશે. જો તમે રોકડથી કાર ખરીદો છો તો તે તમારી પાસેથી ચાર્જ વસૂલશે નહીં. જો તમે લોન પર કાર ખરીદો છો, તો તમારે 1500 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.


નંબર પ્લેટ


ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ માટે, તમારે 200 થી 400 રૂપિયા ચૂકવવા પડશે. આ રાજ્ય પ્રમાણે બદલાય છે.


રાજ્ય વિકાસ શુલ્ક/પાર્કિંગ ફી


રાજ્ય વિકાસ શુલ્ક અમુક રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ વસૂલવામાં આવે છે. જ્યાં MCD આ પાર્કિંગ ચાર્જ કરે છે. જો તમારા વાહનની કિંમત 4 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે તમારા વાહનની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે કુલ 4 હજાર રૂપિયા ચૂકવવા પડશે.


રોડ ટેક્સ


રાજ્ય પ્રમાણે રોડ ટેક્સમાં તફાવત છે. રોડ ટેક્સ વાર્ષિક ધોરણે વસૂલવામાં આવે છે.