Surat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat Election) પછી કોરોનાનું સંક્રમણ (Corona Spread) વધ્યું છે, ત્યારે સરકારે રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલા ભરવાના શરૂ કર્યા છે. આજથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે, ત્યારે ઘણા લોકો ચેકપોસ્ટ (Check post) પર આ રિપોર્ટ વગર એ આશા એ આવી ગયા હતા કે સ્થળ પર રેપીડ ટેસ્ટ (Antigen test) કરી લેવામાં આવે તો પ્રવેશ મળી જશે.
જોકે, અહીં એવી કોઈ વ્યવસ્થા ન હોઈ તમામને પરત મહારાષ્ટ્રની બોર્ડર (Maharshtra boarder)માં જવા માટે જણાવવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ આરોગ્ય વિભાગ (health department) સાથે વિવિધ મુદ્દે રકસઝક કરી હતી. અમુક લોકોની સ્થિતિ એવી હતી કે ગાડીના પેસેન્જર (Pessanger)નો રિપોર્ટ હોઈ પણ ડ્રાઈવર (Driver)નો રિપોર્ટ ન હોવાને કારણે ક્યાંક તો એમને ડ્રાઈવર પરત મોકલવો પડે અથવા તમામ લોકોએ પરત થવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી.
આમ અલગ અલગ મુદ્દે ભિલાડ ચેકપોસ્ટ રકઝકનું કેન્દ્ર બની ગઈ છે. અત્યાર સુધી થોડી ઢીલાશ ચોક્કસ અહીં જોવા મળતી હતી કારણ અહીં કર્મચારીઓ નો અભાવ હોય છે, પણ આજથી અલગ અલગ ફરિયાદોને લઈને કર્મચારીઓ કડક રીતે કાયદાનું પાલન કરાવતા લોકોએ રિપોર્ટ વગર પરત થવું પડી રહ્યું છે.
ગુજરાતમાં એન્ટ્રી લેતા પ્રવાસીઓના rtpcr નેગેટિવ ફરજિયાત કરાયા છે. જોકે, અમદાવાદ રેલવે સ્ટેશન પર તંત્ર ઊંઘમાં છે. પ્રવાસી rtpcr ટેસ્ટ કરાવીને આવ્યા છે કે નહીં તે કોણ ચેક કરશે ? Amc કહે રેલવે કરશે અને રેલવેના અધિકારીઓ કહે amc કરશે.
રેલવે સ્ટેશન પર કોઇ વ્યવસ્થા નહિ. માત્ર મહારાષ્ટ્રથી આવતી ટ્રેનના પ્રવાસીનું જ ચેકીંગ કરવામાં આવે છે. અન્ય ટ્રેનના પ્રવાસીઓનું કોઈ ચેકીંગ થતું નથી.
દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોના rtp-crના નિયમોના ધજાગરા ઉડ્યા છે. દાહોદના ખાંગેલા બોર્ડર પર તંત્ર ની બેદરકારી સામે આવી છે. મઘ્ય પ્રદેશથી ગુજરાત આવતા વાહનો ચાલકો rtpcrના રિપોર્ટ વગર પ્રવેશ થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ માત્ર સ્ક્રિનગ કરી એન્ટ્રી કરી વાહનો ગુજરાતમાં પ્રવેશ કરે છે. RT-PCR રિપોર્ટ આજથી ફરજીયાત છતાં કોઈ અમલવારી નહિ. ખાંગેલા બોર્ડર પર જાહેરનામાનું પાલન નથી થઈ રહ્યું.