સુરતઃ  સુરતમાં કોરોનાની (Surat Corona Case) વણથંભી રફ્તારમાં બુધવારે સિટીમાં ત્રણના મોત સાથે નવા ૬૦૨ દર્દી નોંધાયા છે. જ્યારે જીલ્લામાં ૧૪૨ મળી ૭૪૪ નવા કેસ સાથે કુલ આંક ૬૫ હજારને પાર થયો છે. બીજી તરફ સિટીમાં (Surat City) ૬૧૦ અને ગ્રામ્યમાં ૫૫ મળીને ૬૬૫ દર્દીએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે.


આ દરમિયાન સુરતના પીપલોદ ખાતે આવેલા સેન્ટ્રલ મોલમાં (Central Mall)  240 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી 17 જેટલા કર્મચારી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ પાલિકા દ્વારા મોલ બંધ કરાવવામાં આવ્યો હતો.



સુરતમાં કોરોનાની શું છે સ્થિતિ


આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) કોરોનાની સારવાર લઇ રહેલા પુણાગામના ૬૦ વર્ષના પ્રોઢ અને રાંદેરની ૫૫ વર્ષની મહિલાનું મોત થયુ છે જ્યારે સ્મીમેરમાં સારવાર લઇ રહેલી ડિંડોલીની ૫૫ વર્ષની મહિલાનું પણ બુધવારે કોરોનાથી મોત થયુ છે. ગ્રામ્યમાં એકપણ મોત નોંધાયુ નથી. સિટીમાં નવા ૬૦૨ કેસ પૈકી સૌથી વધુ અઠવામાં ૧૧૭, રાંદેરમાં ૧૦૦ કેસ છે. સિટીમાં કુલ કેસ ૫૦,૨૩૪ અને મૃત્યુઆંક ૮૮૮ છે. ગ્રામ્યમાં કુલ કેસ ૧૪,૯૬૧, મૃત્યુઆંક ૨૮૮ છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક ૬૫, ૧૯૫ અને મૃત્યુઆંક ૧૧૭૬ છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક ૪૬,૬૩૭ અને ગ્રામ્યમાં ૧૩,૫૧૮ મળીને કુલ ૬૦,૧૫૫ થયો છે.


રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ


બુધવારે રાજ્યમાં Coronaના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩, ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ના એમ કુલ ૯ વ્યક્તિના Coronaથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ ૧૨,૬૧૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૭,૬૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૧૯ છે. આ પૈકી માર્ચ મહિનામાં જ ૩૭,૮૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં Coronaથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (Corona Vaccine) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,65,395 લોકોને Coronaની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 56,11,044 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,72,460 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.


Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના ટોપ ગિયરમાં, છેલ્લા 5 દિવસમાં જ નોંધાયા અધધ કેસ


આજનું રાશિફળઃ  આ રાશિના જાતકોને સરકારી નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો મેષથી લઈ મીન રાશિના જાતકોનું રાશિફળ