સુરત: ભારે વરસાદને કારણે સ્પાઈસ જેટની ભોપાલ-સુરતની ફ્લાઈટ સુરત કસ્ટમ એરપોર્ટના રન-વે પરથી સ્લીપ ખાતાં સીધી જ રન-વે એન્ડ સેફ્ટી એરિયામાં જ ઊતરી ગઈ હતી. તસવીરો જોતાં એવું લાગે છે કે ફ્લાઈટ જાણે સીધા ખેતરમાં દોડવા લાગ્યું હોય. જોકે એવું નથી.
આ ઘટના બનતાની સાથ ફ્લાઈટમાં બેઠેલા 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ મુસાફરો બૂમાબૂમ કરી મુતી હતી. ઘટનાને પગલે રન-વેને બંધ કરી દેતાં ત્રણથી વધુ ફ્લાઈટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
એરપોર્ટ સૂત્રોના પ્રમાણે, સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર એસજી-3722 ભોપાલ એરપોર્ટથી રવિવારે સાંજે 6:55 કલાકે ટેકઓફ થઈને સુરત કસ્ટમ એરપોર્ટ પર 8:55 કલાકે લેન્ડ કરી રહી હતી પરંતુ સુરતમાં ધોધમાર વરસાદને કારણે પાયલોટે ફ્લાઈટને રન-વેની વચ્ચે જ લેન્ડ કરી દીધી હતી.
લેન્ડિંગ સમયે ફ્લાઈટ સ્પીડમાં હોય અને વરસાદને પગલે રન-વે ભીનો હોવાથી પાયલોટે બ્રેક મારતાં ફ્લાઈટના ટાયર સ્લીપ થતાં સીધા જ રન-વે એન્ડ સેફ્ટી એરિયામાં જતી રહી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની તો થઈ નથી પરંતુ મુસાફરોએ ફ્લાઈટમાં બચાવો બચાવોની બૂમાબૂમ કરી મુકી હતી.
સુરત એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરોના જીવ કેમ તાળવે ચોંટ્યા? જાણો કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2019 08:25 AM (IST)
આ ઘટના બનતાની સાથ ફ્લાઈટમાં બેઠેલા 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ મુસાફરો બૂમાબૂમ કરી મુતી હતી. ઘટનાને પગલે રન-વેને બંધ કરી દેતાં ત્રણથી વધુ ફ્લાઈટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -